આખો દિવસ ગુસ્સો આવે છે, રાત્રે ઊંઘ નથી આવતી,ઘરનું જમવાનું હવે ભાવતું નથી,દિવસ આખો ઘરમાં પૂરાઈને શું કરવું
૨૧ દિની “ઘરબંધી” થી લોકોને સતાવી રહ્યા છે વિચિત્ર ભય
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કાઉન્સેલિંગ માટે હેલ્પલાઇન શરૂ કરાઇ
સંકલન – ક્રિષ્ના સીસોદિયા જૂનાગઢ માહિતી બ્યૂરો
૨૧ દિ ની ઘર બંદીથી લોકોને અનેક પ્રકારના વિકૃત ભય સતાવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં લોકોની માનસિક સ્થિતિ તંદુરસ્ત રહે એ માટે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
કોરોના વાઈરસના પગપેસારાને નિયંત્રણમાં રાખવા લોકડાઉન અમલમાં છે. ત્યારે લોકોએ હવે આવશ્યક અને ઇમરજન્સી સેવાઓ સિવાય ઘરથી બહાર નીકળવાનું રહેતું નથી. હોટેલ, મનોરંજનનાં સ્થળો, કોલેજ દરેક જગ્યાએ જવા પર પ્રતિબંધ છે. ઘરબંધી થી લોકો સતત ઘરમાં જ પરિવાર સાથે સમય વિતાવે છે અને વિવિધ પ્રવૃત્તિઓ કરી દિવસો પસાર કરી રહ્યા છે.આવી સ્થિતિમાં લોકો કોરોના ફોબિયા તેમજ વિચિત્ર પ્રકારના ભયનો સામનો કરી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા કાર્યરત કરાયેલ હેલ્પલાઇન નંબર પર અધ્યાપાકો અને નિષ્ણાતો દ્વારા કોરોના કહેરથી પ્રભાવિત લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.
હેલ્પલાઈન વડે લોકોનું કાઉન્સેલિંગ કરતા ડો.રતન સોલંકીએ જણાવ્યું હતું કે, લોકોમાં હાલ કોરોના ફોબિયાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.ગળું બળે કે છીંક આવે તો પણ તેમને થાય છે કે અમને કોરોના તો નથી થઈ ગયો ને, ઉપરાંત લોકોને સતત ઘરમાં રહેવાનું હોવાથી ભય સતાવી રહ્યા છે. જેમાં ઘરમાં કંટાળો આવવો, ઘરના સભ્યો ઉપર ગુસ્સો આવ્યા કરવો, આખો દિવસ ઘરમાં પુરાઈ ને શું કરવું, લોકડાઉન જલદી પૂરૂ થાય તો સારૂ, રાત્રે ઊંઘ નથી આવતી, ઘરનું જમવાનું નથી ભાવતું જેવા પ્રશ્નો લોકોને સતાવી રહ્યા છે.
આ અંગે કોડીનારની મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજમાં એસોસિયેટ પ્રોફેસર અને સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં હેડ તરીકે ફરજ બજાવતા ડો.રતન સોલંકીએ જણાવ્યું કે,લોકડાઉનનના કારણે લોકો ઘરમાં જ રહે છે ત્યારે કોરોના વાયરસના ડર થી ઘણી બધી સમસ્યાઓ ઉદભવી રહી છે.તેમણે ઉમેર્યું કે, લોકોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળીને યોગ્ય કાઉન્સિલીંગ કરવામાં આવે છે. તેમણે તણાવમાં ન રહેવા, મનગમતી પ્રવૃત્તિ કરવા, ધ્યાન એકાગ્ર કરવા કહેવામાં આવે છે સાથે જ સમજાવવમાં આવે છે કે, આ પરિસ્થિતિ થોડા સમયની છે.
કાઉન્સેલીંગ માટે કાર્યરત હેલ્પલાઇન નંબર
ડો.એલ.જી.ભાલીયા-૯૪૨૬૯૨૪૫૭૮,ડો.જે.એ.સોજીત્રા-૯૦૩૩૪૧૨૨૬૫,ડો.રાજેશભાઇ ડોડીયા ૯૮૭૯૪ ૮૮૨૮૧, ડો.દિનશભાઇ ડઢાણીયા -૯૮૨૫૬ ૨૫૦૫૮, ડો.નિકુંજભાઇ ભૂત, ૯૪૨૬૪ ૩૨૫૭૧, ડો.ભરતભાઇ જોષી ૯૮૨૫૫ ૯૦૪૫૫ ,ડો.રતનબેન સોલંકી ૯૨૭૪૮ ૫૦૯૪૩, ડો.શારદાબેન વિરાણી, ૯૮૭૯૪ ૮૬૭૯૮, ડો. વિજયભાઇપંડ્યા-૯૯૦૯૨ ૩૦૬૮૨,ડો.મહેશભાઇમહેતા-૯૯૦૯૧ ૮૪૪૨૩,મેઘલબેન બુંચ -૯૪૨૭૨ ૦૮૪૩૬, ડો.મશરીભાઇ નંદાણીયા -૯૪૨૭૪ ૨૩૪૦૩,ડો.કિરીટભાઇ નંદાણીયા -૯૮૭૯૨ ૪૫૭૦૯. આ હેલ્પલાઇન નંબર માત્ર કોરોના પ્રભાવીત માનસિક સમસ્યાઓ નિવારવા શરૂ કરવામાં આવી છે. તે સીવાયની બાબતો માટે ૧૮૧ અથવા ૧૦૭૭ પ સંપર્ક સાધવાનો રહેશે.
રિપોર્ટ
શ્રેય શાહ
સાથે
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ