જૂનાગઢ પોલીસનો ખેંગારને
એક અલગ જ અનુભવ થતા ઘર કરતા પણ સારી સગવડ જિંદગીભર યાદ રહેશે, તેવું પોલીસને જણાવેલ
💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના જણાવ્યા પ્રમાણે હાલમાં લોક ડાઉન પછી મજૂરોને કોરોના વાયરસનાં સંક્રમણ અટકાવવા માટે પોતાના વતનમાં જવા અટકાવેલા છે. જે પૈકી મોટા ભાગના મજૂરો પરત જે ગામમાં કામ કરતાં હતાં, ત્યાં વાડી માલિક ને સોંપી, ગામડાઓમાં મોકલવામાં આવેલ છે. જ્યારે અમુક મજૂરો શહેર વિસ્તારમાં તથા સરકારી જમીનમાં ઝૂંપડાઓ બાંધી ને રહેતા હતા અને જે જે લોકો કામે રાખે ત્યાં છૂટક મજૂરી કરીને રહેતા હતા, તેવા મજૂરોને રાખવા માટે સરકાર દ્વારા જુદા જુદા શહેરમાં જુદી જુદી જગ્યાએ સેલ્ટર હોમ બનાવી મજૂરોને સોશિયલ ડિસ્ટન્સ સાથે રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જે પૈકી *15 જેટલા મજૂરો અને પ્રવાસમાં અટવાયેલા વ્યક્તિઓને જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે રાખવામાં આવેલ છે. જે 15 મજૂર/વ્યક્તિઓની જમવાની વ્યવસ્થા જવાહર રોડ, સ્વામિનારાયણ મંદિર દ્વારા* કરવામાં આવેલ છે. તમામ મજૂરો/વ્યક્તિઓને સ્વામિનારાયણ મંદિર ખાતે વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા અવારનવાર વિઝીટ કરી, વ્યવસ્થાની ચકાસણી પણ કરવામાં આવે છે…._
💫 _હાલમાં લોક ડાઉન તા. 03.05.2020 સુધી વધારવામાં આવેલ હોઈ, સ્વામિનારાયણ મંદિર ખાતે રાખવામાં આવેલ *મજૂરો પૈકી ખેંગાર ખીમાભાઈ ભાંભી રહે. નંદાણા તા. ભાટિયા જી. દેવભૂમિ દ્વારિકા દ્વારા જવાહર રોડ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીને પોતે કંટાળેલા હોઈ, પોતાને અહિયાથી જવા દેવામાં નહીં આવે તો, રાત્રીના સમયે દીવાલ ટપીને જતા રહેશે અથવા પોતે આપઘાત કરી લેશે, તેવું જણાવી, સુનમુન થઈ ગયેલ* હોવાનું કોઠારી સ્વામી દ્વારા જૂનાગઢના એસ.ડી.એમ. જે.એમ.રાવલને જાણ કરવામાં આવતા, તેઓ તથા જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા તથા મામલતદાર ચૌહાણ, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.પી.ગોસાઈ, ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, કમાન્ડો ભીમાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા *સ્વામિનારાયણ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ ખેંગાર ખીમાભાઈ ભાંભી ને મળી, વાતચીત કરતા, ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયેલ હોઈ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ખેંગાર સાથે એકદમ સંવેદનશીલ થઈને ગામઠી ભાષામાં વાતચીત કરી, વિગતો મેળવતા, પોતે રાજકોટ ખાતેથી પોતાના ગામ નંદાણા જવા નીકળેલ પરંતુ, કોઈએ જૂનાગઢ ઉતારી દેતા, લોકડાઉન દરમિયાન પોલિસના હાથે પકડાઈ જતા, સેલ્ટર હોમમાં લાવેલ* હતા. તેની *માનસિક સ્થિતિનો અભ્યાસ કરતા, ખરેખર ખેંગાર ભાંભી સેલ્ટર હોમમાં કંટાળેલ હોઈ, તેને સેલ્ટર હોમમાં રાખવામાં આવે તો, કોઇ અજુગતું પગલું ભરી લેવાની શક્યતા* જણાઈ આવેલ. તેને પૂછવામાં આવતા, *પોતે ડીવાયએસપી જાડેજા સાહેબ સાથે તેમની ઓફીસ જવા માંગતો હોવાની ઈચ્છા વ્યક્ત કરેલ હતી. જેથી ખેંગારને રાત્રીના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સવારથી ડીવાયએસપી કચેરી ખાતે લઈ જવામાં આવતા, ખેંગારને સમયસર ભોજન અને અન્ય વ્યવસ્થા મળતા, ખેંગાર મોજથી રહેવા લાગેલ* હતો…_
💫 _*વહીવટી તંત્ર દ્વારા પણ તેની માનસિક સ્થિતિ ધ્યાને લઇ, એસડીએમ જે.એમ.રાવલ તથા મામલતદાર ચૌહાણ દ્વારા તેને પોતાના ગામ નંદાણા મોકલવા મંજૂરી* આપી, જૂનાગઢના કોર્પોરેટર અશરફભાઈ થૈમ અને પત્રકાર સોહિલ સીદીકીના સગા ઓખા જતા હોય, તેની ગાડીમાં ખેંગાર ભાંભીને નંદાણા મોકલવા તજવીજ કરવામાં આવેલ. જૂનાગઢ પોલીસ દ્વારા ખેંગાર પાસે રૂપિયા ના હોઈ, રૂ. 500 આપવામાં આવતા, *જુનાગઢ પોલીસ દ્વારા ખેંગારની રખાવટના કારણે ખેંગારને પોતાના વતનમાં જવું પણ ગમતું ના હોઈ, ખેંગાર ભાવ વિભોર થઈ ગયેલ હતો. બીજી બાજુ સેલ્ટર હોમમાંથી છૂટયાનો અને વતન પહોંચવાનો આનંદ* પણ હતો. ખેંગારને પોતાના વતન નંદાણા તેના *કૌટુંબિક ભાઈ મોહનભાઇ હમીરભાઈને સોંપવામાં આવેલ અને ખેંગારે પોતાના વતનમાં પહોંચી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને પોતે પોતાના વતનમાં પહોંચી ગયાની જાણ* કરી અને *લોક ડાઉન પૂરું થયા પછી પોતાને તેમની વાડીમાં કામે રાખવાની માંગણી પણ કરી* હતી. *ખેંગારને જૂનાગઢ પોલીસનો એક અલગ જ અનુભવ અને ઘર કરતા પણ સારી સગવડ જિંદગીભર યાદ રહેશે, તેવું પણ પોલીસને જણાવેલ. તેમજ *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ