Uncategorized

જૂનાગઢ પોલીસ દ્વારા તમામ ચેક પોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરી, 52 જેટલા લોકોને પરવાનગી વગર નહીં પ્રવેશવા દઈ *કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ* કરવામાં આવેલ

*જૂનાગઢ પોલીસ દ્વારા તમામ ચેક પોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરી, 52 જેટલા લોકોને પરવાનગી વગર નહીં પ્રવેશવા દઈ *કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ* કરવામાં આવેલ

_જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વગર પાસ પરમીટ કે પરવાનગી વગર જુનાગઢ જિલ્લામાં પ્રવેશી લોકો દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના ધ્યાન ઉપર આવતા, *જૂનાગઢ જિલ્લામાં પ્રવેશતા તમામ રસ્તાઓ ઉપર ખોલવામાં આવેલ ચેક પોસ્ટ ઉપર વધુ કડક ચેકીંગ હાથ ધરી, વગર પાસ પરમીટ તથા પરવાનગી વગર પ્રવેશતા લોકો ઉપર ગુન્હાઓ નોંધી, પરત કરવાની કાર્યવાહી કરવા સુચનાઓ* કરવામાં આવતા પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસનો ફેલાવો અટકેલ હોઈ, જેને જાળવી રાખવા* માટે કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *લોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ લેવાનું શરૂ* કરવામાં આવેલ છે…_

💫 *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા*_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ,
લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે….._

💫 જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ *જૂનાગઢ જિલ્લામાં પ્રવેશતા નાકાઓ ઉપર પાડોશી જિલ્લામાંથી પ્રવેશતા માર્ગો ઉપર કુલ 11 (અગિયાર) જેટલી ચેકપોસ્ટ ઉપર પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને તૈનાત કરી, સઘન ચેકીંગ હાથ ધરી, બહારના જિલ્લાઓમાંથી જૂનાગઢ જીલામાં તથા પાડોશી ગીર સોમનાથ જીલ્લામાં વગર પાસ પરમીટ તથા પરવાનગી વગર પ્રવેશતા લોકોને પકડી પાડી,* કાર્યવાહિ કરી, ધરપકડ કરી, જાહેરનામાનો ભગં કરવા બદલ કાયદેસર કાયૅવાહી કરવામાં આવેલ છે. ઉપરાંત, *જૂનાગઢ પોલીસ દ્વારા પાડોશી જિલ્લાના ગામડાઓ મા પણ જિલ્લામાં પ્રવેશતા ગામડાના રસ્તાઓ ઉપર પણ પોલીસની પેટ્રોલીંગ ગોઠવી, બહારના જિલ્લામાંથી વગર પાસ પરમીટ થી આવતા લોકોને તથા વાહનોને પકડી પાડવા માટે વ્યવસ્થા* પણ ગોઠવવામાં આવેલ છે….._

💫 _જૂનાગઢ *પોલીસ દ્વારા તમામ ચેક પોસ્ટ ઉપર ખાસ ચેકીંગ યોજી, ચેક પોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરી, અમદાવાદ, સુરત, રાજકોટ, ધોરાજી, વિગેરે બહારથી જૂનાગઢ તથા જૂનાગઢ જિલ્લામાં આવેલ 52 જેટલા લોકોને જૂનાગઢમાં પરવાનગી વગર નહીં પ્રવેશવા દઈ જ્યાંથી આવ્યા હતા ત્યાં પરત* કરી, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોક ડાઉન અને તેના અમલ કરાવવા તેમજ *કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ* કરવામાં આવેલ છે.તેમજ વગર પરવાનગી એ જુનાગઢમાં પ્રવેશ કરવા માંગતા ઘણા વાહનોને જ્યાંથી આવ્યા ત્યાં પરત કરવામાં આવતા, વગર પરવાનગીએ જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ કરવા માંગતા લોકોને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. ઉપરાંત, ઘણા લોકોએ જૂનાગઢ આવવાનું માંડી વાળ્યું* હતું. ઉપરાંત, જૂનાગઢ શહેર અને જિલ્લાના *લોકો પણ સાવચેત થઈ ગયા છે અને આજુબાજુ કોઈ બહારગામ થઈ આવ્યા હોય તો, પોલીસ તથા વહીવટી તંત્રને સાવચેત કરતા હોવાથી પણ બહારથી આવેલ માણસોની જાણકારી પોલીસને મળતા કાર્યવાહી* કરવામાં આવે છે…._

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200422-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *