જૂનાગઢ પોલીસ દ્વારા પાસ ઇસ્યુ કરતા 34 મજૂરો પોતાના વતન રાજસ્થાન ડુંગરપુર જવા રવાના થતા ગુજરાત પોલીસ તેમજ પોતાના માલિક વિનુભાઈ પટેલ નો આભર માન્યો હતો_
💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_
💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા હાલમાં લોક ડાઉન પછી મજૂરોને કોરોના વાયરસનાં સંક્રમણ અટકાવવા માટે પોતાના વતનમાં જવા અટકાવેલા છે. જે પૈકી 45 જેટલા રસોઈ કામ કરતા તેમજ કેટરિંગનું કામ કરતા યુવાનો, જે ગ્રાન્ડ પટેલ રેસ્ટોરન્ટમાં કામ કરતાં હતાં, ત્યાં રેસ્ટોરન્ટ ના માલિક વિનુભાઈ પટેલ દ્વારા તેઓની રહેવાની તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે….._
💫 _હાલમાં લોક ડાઉન તા. 17.05.2020 સુધી વધારવામાં આવેલ હોઈ, આ 45 કામ કરતા રસોઈયા પૈકી અમુક લોકોએ અગાઉ 15 દિવસ પહેલા રાજસ્થાન મહારાષ્ટ્ર જવાની જીદ પકડેલી હોવાની રજુઆત રેસ્ટોરન્ટના માલિક વિનુભાઈ પટેલ દ્વારા જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને કરવામાં આવેલ ત્યારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા જાતે ત્યાં જઈ, *ગ્રાન્ડ પટેલ રેસ્ટોરન્ટ ખાતે રાખવામાં આવેલ મજૂરોને જુનાગઢ પોલીસ દ્વારા વ્યવસ્થિત સમજાવવામાં આવતા, તમામ કારીગરો જ્યાં સુધી લોક ડાઉન ચાલુ રહે ત્યાં સુધી અહીંયા જ રહેવા સહમત થયા હતા. પોલોસ દ્વારા તેઓને કોઈ પ્રશ્ન હોય તો, મોબાઈલ નંબર આપી, જાણ કરવા* જણાવવામા આવેલ હતું…._
💫 _હાલમાં મજૂરોને પોતાના વતનમાં મોકલવાની સરકાર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ હોઈ, મજૂરોએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, હાલમાં સરકાર દ્વારા મજૂરોને પોતાના વતનમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હોઈ, પટેલ રેસ્ટોરન્ટમાં કામ કરતા મજૂરોને પણ પોતાના વતનમાં જવા માટે રજુઆત કરવામાં આવેલ હતી. જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા ગ્રાન્ડ પટેલ રેસ્ટોરન્ટના માલિકની મદદથી મજૂરોને મોકલવા અરજી કરાવી, કલેકટર કચેરી ખાતે એડિશનલ કલેકટર શ્રી ડી.કે.બારીયા, નાયબ મામલતદાર હિરેનભાઈ મેદંપરા સહિતના અધિકારીઓ સાથે સંકલન કરી, મહાસાગર ટ્રાવેલ્સની બસમાં જવા માટે પાસ ઇસ્યુ કરવામાં આવેલ હતો. જેના આધારે આજરોજ 34 મજૂરો પોતાના વતન રાજસ્થાન ડુંગરપુર ખાતે જવા રવાના થયેલ હતા. *લોક ડાઉન લંબાવેલ હોઈ, તમામ મજૂરોએ પોતાની માલિક દ્વારા કરવામાં આવેલ સગવડ અંગે સંતોષ વ્યક્ત કરવાની સાથે પોલીસ દ્વારા પણ મદદ કરવાનું વચન પાળી, જૂનાગઢ પોલીસની લોક ડાઉન પિરિયડ દરમિયાન કપરા સમયમાં પડખે ઉભા રહી, સંતોષકારક સમજણ આપવા બદલ અને બાદમાં પોતાને પોતાના વતનમાં મોકલવા મદદ કરવામાં આવતા, કારીગરો દ્વારા જૂનાગઢ પોલીસ અને રેસ્ટોરન્ટના માલિક વિનુભાઈ પટેલનો આભાર વ્યક્ત* કરવામાં આવેલ હતો. પોતાના *વતન રાજસ્થાનમાં જતા મજૂરોમાં ગુજરાત પોલીસ તથા પોતાના માલિક વિનુભાઈ પટેલ તરફ આદર ભાવની સાથે સાથે પોતાના વતનમાં જવાનો અપાર આનંદ* પણ હતો ….._
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા જરૂરિયાત મંદ લોકોને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ