જૂનાગઢ પોલીસ દ્વારા મજૂરો ના છોકરાને માસ્ક પહેરાવી, ઘરમાં રહેવા સલાહ આપી..
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ તેમજ સૌ રભ સિંગ દ્વારા હાલમાં લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય ત્યારે પ્રજા કલ્યાણ તેમજ પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ
જૂનાગઢ પોલીસ દ્વારા હાલમાં કોરના વાયરસના કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય લોકને બહાર નીકળવા તેમજ ધર્ માં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે પ્રજા કલ્યાણ તેમજ પ્રજા ઉપયોગી કાર્યવાહી ચાલુ હોય ત્યારે જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે*ઝાંઝરડા રોડ ઉપર લોક ડાઉન ના બંદોબસ્તમાં રહેલ જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, પ્રોબે. ડીવાયએસપી એમ.ડી. બારિયા, ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. સંજયભાઇ ગઢવી, ઝવેર ગિરિ, કમલેશભાઈ, કમાન્ડો ભગાભાઇ, સહિતના સ્ટાફ દ્વારા બંદોબસ્ત દરમિયાન પસાર થતા, મજૂરો ના છોકરાને માસ્ક પહેરાવી, ઘરમાં રહેવા સલાહ આપી..ને સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસ એ સાર્થક કર્યુ હતું
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ