Uncategorized

જૂનાગઢ પોલીસ દ્વારા વગર મંજૂરીએ ચા પાણી નાસ્તો કરાવતા લોકો ઉપર લોક ડાઉન દરમ્યા અંકુશ રાખવામાં આવશે

💫 *જૂનાગઢ પોલીસ દ્વારા વગર મંજૂરીએ ચા પાણી નાસ્તો કરાવતા લોકો ઉપર લોક ડાઉન દરમ્યા અંકુશ રાખવામાં આવશે

_જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના જણાવ્યા પ્રમાણે
હાલમાં જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસ અનુસંધાને લોક ડાઉન પરિસ્થિતિમા જૂનાગઢ પોલીસ રાત દિવસ એક કરીને બંદોબસ્ત માં લાગેલી છે. જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના ધ્યાન ઉપર આવેલ કે, બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સહિતના સ્ટાફને પોઇન્ટ ઉપર ચા પાણી પાવા આવનાર લોકોની સંખ્યા ધીમે ધીમે વધવા લાગે છે. પોલીસ સ્ટાફને ચા પાવા આવતા લોકો પૈકી ઘણા સેવા વૃત્તિના બદલે ચા પાવાના બહાને રખડવાની વૃત્તિ વધારે જોવા મળે છે. આવા લોકો ચા પાવાના બહાને ફરવા નીકળી જાય છે …_

💫 _ઘણીવાર આવા ચા પાણી પાવા વાળા ખુલ્લા હાથે ચા આપતા હોય છે અને *ચા પાણી પાવા વાળા લોકો સ્વછતા* પણ રાખતા નહી હોવાનું ધ્યાને આવેલ છે. જેનાથી *બંદોબસ્ત માં રહેલ પોલીસનું સ્વાસ્થ્ય બગડવાની શક્યતા* રહેલી છે. જેથી હવેથી ચા પાણી પાવા નીકળતા લોકો ઉપર પણ *અંકુશ* જરૂરી છે. હવેથી *વગર મંજૂરીએ ચા પાણી નાસ્તો કરાવતા લોકો ઉપર લોક ડાઉનના ભંગ બદલ કાર્યવાહી* કરવા વિચારણા કરવામાં આવેલ છે. જેથી, હવેથી આવા *ચા પાણી નાસ્તો કરાવતા લોકોએ પણ મંજૂરી વગર બહાર નહીં નીકળવા* પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે ._

💫 _આવા *કપરા સંજોગોમાં પોલીસ સ્ટાફ નું સ્વાસ્થ્ય એ ખૂબ જ જરૂરી બાબત* છે, એમાં *કોઈપણ ભોગે બાંધછોડ કરી શકાય નહિ. બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફ ને હવેથી પોઇન્ટ ઉપર કોઈ બીજા પાસેથી ચા પાણી નહીં પીવા પણ સૂચના આપવામાં* આવેલ છે. પોલીસ સ્ટાફ પોતાના ઘરેથી થરમોસમા ચા લાવીને પી શકે છે. બંદોબસ્ત માં રહેલ પોલીસ સ્ટાફ દ્વારા પોતાની તબિયત બાબતે ગભીર બની તકેદારી રાખવા જણાવવામાં આવેલ છે…._

💫 _આમ, *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા બંદોબસ્ત મા રહેલ પોલીસના સ્વાસ્થ્ય અને તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવેલ છે…_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200402-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *