Uncategorized

જૂનાગઢ પોલીસ માટે ગાંધી ચોક, ઝાંઝરડા ચોકડી, કાળવા ચોક, ચિતાખાના બસ સ્ટેન્ડ,

જૂનાગઢ પોલીસ માટે ગાંધી ચોક, ઝાંઝરડા ચોકડી, કાળવા ચોક, ચિતાખાના બસ સ્ટેન્ડ, તડકાના રક્ષણ માટે ટેન્ટની છત્રીઓની વ્યવસ્થા* રીજવાન બેલીમ ધ્વરા કરવામાં આવી

💫 *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર_ દ્વારા હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોય કોરોના વાયરસ બાબતે લોક ડાઉનના *બંદોબસ્તમાં રહેલ પોલીસના સ્વાસ્થ્યની ખેવના કરી, છાંયડા તથા ઠંડા પીણાની વ્યવસ્થા* કરાવી, *લોકોની સુરક્ષા સાથે બંદોબસ્તમાં રહેલ પોલીસના સ્વાસ્થ્ય માટે પણ પગલાંઓ લેવાનું શરૂ* કરતા *ઉનાળાના ધોમ ધખતા તડકામા બંદોબસ્તમાં રહેલ પોલીસ માટે છાંયડા અને ઠંડક માટે પણ ખાસ વ્યવસ્થા* કરવામાં આવેલ.છે

💫 _જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના ધ્યાને આવેલ કે, બપોરના સમયે પોઇન્ટ ઉપર બંદોબસ્તમાં ખડે પગે ઉભેલી પોલીસ માટે છાંયડાની કોઈ વ્યવસ્થા નથી. જેથી આ બાબતે આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. સોલંકી, પીએસઆઇ એ.કે.પરમાર તથા સ્ટાફ દ્વારા *જૂનાગઢ શહેર વિસ્તારમાં ગાંધી ચોક, ઝાંઝરડા ચોકડી, ઝાંસીની રાણીના પૂતળે, કાળવા ચોક, ચિતાખાના ચોક, બસ સ્ટેન્ડ, વિગેરે જગ્યા વિવો મોબાઈલ કંપની દ્વારા જૂનાગઢના રિઝવાન બેલીમ દ્વારા તડકાના રક્ષણ માટે ટેન્ટની તથા તડકાના રક્ષણ માટે જ ચાર રસ્તા ઉપર ચેકીંગ કરવા વિશિષ્ટ પ્રકારણની છત્રીઓની વ્યવસ્થા* કરવામાં આવેલ છે. જેના દ્વારા બપોરના સમયે પોલીસને બંદોબસ્ત કરવા માટે તડકા સામે રક્ષણ મળશે…_

💫 , ડીવાયએસપી આર.વી.ડામોરના જણાવ્યા પ્રમાણે રિઝર્વ પોલીસ સબ ઇન્સ. પિયુષ જોશી તથા *હેડ કવાર્ટર ના પોલીસ સ્ટાફ દ્વારા લીંબુ સરબત, છાસની વ્યવસ્થા કરી, બપોરના સમયે બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ફોરેસ્ટ, સહિતના પોલિસ જવાનોને લીંબુ સરબત અને છાસ પાવાની પણ વ્યવસ્થા* કરવામાં આવેલ છે. *બપોરના સમયે બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ફોરેસ્ટ, સહિતના પોલિસ જવાનોને લીંબુ સરબત, છાસ મળતા, બંદોબસ્તમાં રહેલ જવાનોને શીતળતા* મળે છે….._

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200414-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *