જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા*કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે તાત્કાલિક ચેક પોસ્ટ શરૂ* કરી, યુદ્ધના ધોરણે વૃક્ષારોપણ કરી ધાર અને મધુરમ ચોકીઓ પણ તૈયાર કરી શરૂ કરવામાં આવી
💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વગર પાસ પરમીટ કે પરવાનગી વગર જુનાગઢ જિલ્લામાં પ્રવેશી લોકો દ્વારા ઉલ્લંઘન અટકાવવા જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના દ્વારા *જૂનાગઢ જિલ્લામાં પ્રવેશતા તમામ રસ્તાઓ ઉપર ચેક પોસ્ટ ખોલવામાં* આવેલ છે……_
💫 _*જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા હાલમાં કોરોના વાયરસના *બંદોબસ્તમાં દિવસ રાત હાજર રહેતી પોલીસ માટે કાયમી સગવડ કરવા તેમજ કાયમી સગવડ ઉભી કરવા ચેકપોસ્ટ ઉપર ચોકી બનાવવા* કરવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સર્કલ પો.ઇન્સ. પી.એન.ગામીત, જૂનાગઢ તાલુકા પો.સ.ઇ. વી.યુ.સોલંકી, પો.સ.ઇ. કે.સી.રાણા, સી ડિવિઝન પો.સ.ઇ. ડી.જી.બડવા દ્વારા જહેમત ઉઠાવી, *જૂનાગઢ જિલ્લામાં પ્રવેશતા નાકાઓ સાંકળી ધાર અને મધુરમ ચેક પોસ્ટ ઉપર રાજુભાઇ કાવા તથા ભાવેશભાઈ લાખાણીના સહયોગથી બે ચોકીઓ તાત્કાલિક બનાવવામાં આવેલ* છે. આ બંને ચોકીઓ પૈકી સાંકળી ધાર ચેક પોસ્ટ ઉપર *ચિંતનભાઈ ગજેરાના સહયોગથી બનાવેલ ચોકી ઉપર વ્યવસ્થિત શેડ* બનાવી આપતા, જૂનાગઢ જિલ્લા *પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા સાંકળી ધાર ચેક પોસ્ટ ઉપર બનાવેલ ચોકીને આજરોજ *વૃક્ષા રોપણ કરી, વિધિવત ચાલુ કરવામાં આવેલ* હતી. ઉપરાંત, મધુરમ ચેક પોસ્ટ ઉપર બનાવેલ ચોકી પણ શરૂઆત કરવામાં આવેલ છે……_
💫 _હાલમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોક ડાઉન અને તેના અમલ કરાવવા તેમજ *કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે તાત્કાલિક ચેક પોસ્ટ શરૂ* કરી, યુદ્ધના ધોરણે ચોકીઓ પણ તૈયાર કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *લોકોની સુરક્ષા સાથે બંદોબસ્તમાં રહેલ પોલીસ માટે પણ સગવડ કરવાનું શરૂ* કરવામાં આવેલ છે…_
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ