જૂનાગઢ
તા.20.3.2020
જૂનાગઢ એસ ટી. વિભાગમાં એપ્રેન્ટિસોની ભરતી કરાશે
ઉમેદવારોએ તા.૨૭ માર્ચ સુધીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે
જૂનાગઢ એસ.ટી. વિભાગ હેઠળના વિવિધ ડેપો અને વિભાગોમાં એપ્રેન્ટિસોની ભરતી કરવામાં આવશે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ હેઠળની વિભાગીય યંત્રાલય, વિભાગીય કચેરી તેમજ વિભાગ હેઠળના જૂનાગઢ,પોરબંદર,વેરાવળ, ઉપલેટા, કેશોદ,ધોરાજી,માંગરોળ,બાંટવા, તથા જેતપુર ડેપોમાં માર્ચ-એપ્રિલ ૨૦૨૦ના ભરતીસત્ર માટે એપ્રેન્ટિસોની ભરતી કરવામાં આવશે.જેમાં પાસા ટ્રેડ,મિકેનિકલ ડીઝલ ટ્રેડ તથા મીકેનીક મોટર વ્હીકલ ટ્રેડ માટેની ભરતી સત્ર યોજાશે.
જેમાં પાસા ટ્રેડ માટે આઈટીઆઈમાં કોપા ટ્રેડ એનસીવીટી સર્ટીફીકેટ સાથે પાસ તેમજ અન્ય ટ્રેડ એનસીવીટી/જીસીવીટી સર્ટીફીકેટ સાથે આઈટીઆઈ પાસ ઉમેદવારો અરજી કરીશ શકશે. ઉમેદવારો એ તા. ૨૩/૩/૨૦૨૦ થી તા.૨૭/૩/૨૦૨૦ સવારે ૧૧ થી ૧૪ કલાક સુધીમાં રૂ.૫ની કિંમતનું નિયત અરજી પત્રક વિભાગીય કચેરી,મોતીબાગ એસ.ટી જૂનાગઢ ખાતે થી મેળવી લેવાનું રહેશે. તથા ફોર્મ તા.૨૭/૩/૨૦૨૦ અને ૧૪ કલાક સુધીમાં રૂબરૂમાં જમા કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે વિભાગીય કચેરી,જૂનાગઢ એસટીનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર
અનિષ ગૌદાણા
જૂનાગઢ