જૂનાગઢ
તા.23.4.2020
જેલના બંદીવાનો ટેકનોલોજીના માધ્યમથી પોતાના પરિવારજનો સાથે ઇ-મુલાકાત માટેની વ્યવસ્થા
જિલ્લા જેલ જૂનાગઢ ખાતે ઇ-પ્રિઝન એપ્લિકેશન દ્વારા ઇ-મુલાકાત કરાવવા બાબત
જૂનાગઢ : હાલ વિશ્વમાં કોરોના મહામારીની પરિસ્થિતી હોય જેમાં કોરોના સંક્રમણથી બચવા ભારત સરકાર દ્વારા દેશ વ્યાપી લોકડાઉન કરવામાં આવેલ છે. જેથી ગુજરાત રાજ્યમાં લોકડાઉન છે. આવી પરિસ્થિતિમાં જેલના બંદીવાનોની મુલાકાત પણ બંધ રાખવી જરૂરી છે. જેથી ભારત સરકાર દ્રારા કરવામાં આવેલ લોકડાઉનની પરિસ્થિતી યથાવત રાખી શકાય. ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને લઈ જેલ ખાતે બંદીવાનો પોતાના પરીવારજનો સાથેની મુલાકાત થી વંચીત ન રહે તે માટે અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી,ગુજરાત રાજ્ય ‘જેલ ભવન’ અમદાવાદ દ્વારા જેલના બંદીવાનોને ટેકનોલોજીના મધ્યમથી પોતાના પરિવારજનો સાથે ઇ-મુલાકાત માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તે હેતુસર ઇન્ટરનેટના મધ્યમ થી ઇ-પ્રિઝન એપ્લિકેશન મારફત બંદીવાનોને પોતાના પરિવારના સભ્યો સાથે ઇ-મુલાકાત કરી શકશે.
નોંધ. નીચે આપેલ QR CODE સ્કેન કરી તેમાં આપેલ લીંક પર ક્લિક કરતાં P. D. F. ઓપન થશે જેમાં જૂનાગઢ જિલ્લા ખાતે રહેલ બંદીવાનોની ઇ-મુલાકાત કી રીતે કરવી તેની જરૂરી માહિતી આપવામાં આવે છે. વધુ માહિતી માટે જૂનાગઢ જિલ્લા જેલનો સંપર્ક કરવા જણાવાયું છે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ