પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકડાઉનના કારણે રીક્ષા ચાલકોને પોતાના પરિવારને જમાડવાના પણ સાંસા પડયા હોઈ, વીવિધ સેવાકીય સંસ્થા દ્વારા 17 જેટલા રિક્ષા ચાલકો અનાજ કરિયાણાની કીટ આપવામાં આવી.._
💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે તેમજ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_
💫 જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા લોકડાઉનના સમયમાં લોકોને કપરા સંજોગોમાં મદદ કરવાના કારણે_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા પ્રજાની મદદ કરવાની અને તેઓને *લોક ડાઉન દરમિયાન કોઈ કામકાજ સબબ જરૂરિયાત સમયે મદદ કરવા તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ* કરવામાં આવેલ છે…._
💫 _હાલમાં લોક ડાઉન તા. 17.05.2020 સુધી વધારવામાં આવેલ હોઈ, જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા *એકાદ અઠવાડિયા પહેલા પેટ્રોલિંગમા હતા, તે વખતે કાળવા પાસે ચાર પાંચ રિક્ષા ચાલકોએ આવી, પોલીસ અધિકારીઓ માલી, લોક ડાઉન ક્યારે ખુલશે…સાહેબ ? એવું જણાવી, ગળગળા થઈ ગયેલા. પોલીસ ઓફિસર દ્વારા કારણ પૂછવામાં આવતા,પાંચ પૈકી બે ત્રણ રીક્ષા ચાલકોની આંખમાં આંસુ આવી ગયેલા હતા.* જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા *સહિતના સ્ટાફ દ્વારા પરિસ્થિતિ પામી જઈ, વિગત જણાતા, લોક ડાઉન દરમિયાન રિક્ષા ચલાવવાનું બંધ થતાં, બેકારીના કારણે રીક્ષા ચાલકોને પોતાના પરિવારને જમાડવાના પણ સાંસા પડયા હોઈ, લોક ડાઉનની પરિસ્થિતિમાં કપરી સ્થિતિમાં મુકાઈ ગયેલ હોવાનું જાણવા મળેલ* હતું. જૂનાગઢ પોલીસ દ્વારા આવા 17 જેટલા રિક્ષા ચાલકો હોઈ, એને સાંજે ઓફીસ બોલાવી, મ્યુનિ. કોર્પોરેશનના પ્રફુલભાઈ કનેરીયાના સહકારથી અનાજ કરિયાણાની તેલ સહિતની કીટ આપવામાં આવેલ હતી….._
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા લોક ડાઉનના સમયમાં સાહિષ્ણુતાભરી કાર્યવાહી* કરવામાં આવતા_હાલમાં લોક ડાઉનમાં રીક્ષા ચાલકોને છૂટછાટ આપેલ છે. પરંતુ, હાલમાં જૂનાગઢ શહેરમાં પર્યટકો આવવાનું બંધ છે. જેથી, રીક્ષા ચાલકોનો પ્રમાણમાં ધંધો ચાલતો ના હોઈ, રિક્ષા એશોસીએશન પ્રમુખ રવજીભાઈ વાળા, આરીફભાઈ સુમરા, આસિફભાઈ કચ્છી સહિતનાની મદદથી અન્ય 25 જેટલા જરૂરિયાત મંદ રિક્ષા ચાલકોને સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા, અરવિંદભાઈ મારડીયા, સહિતનાં સહયોગથી અનાજ કરિયાણાની કીટ આપવામાં આવેલ હતી. જૂનાગઢ શહેરના *જરૂરિયાતમંદ રિક્ષા ચાલકોએ જૂનાગઢ પોલીસને પોતાને અનાજ કરિયાણાની કીટ પહોંચાડવા માટે મદદ કરવામાં આવેલી, તેનાથી પ્રભાવિત થઈ, ભાવ વિભોર થઈને જુનાગઢ પોલીસનો ખુબ આભાર વ્યક્ત* કરવામાં આવેલ હતો. જો, કે, ત્યારબાદ *જૂનાગઢ ગ્રીન જોનમાં હોઈ, રીક્ષા ચાલકોને એક રિક્ષામાં ત્રણ જ પેસેન્જરો બેસાડી, ચાલક તેમજ પેસેન્જરોએ માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની શરતે પોતાની રીક્ષા ચલાવવા પરવાનગી મળેલ હોઈ, રીક્ષા ચાલકોને રોજીની આશા* બંધાયેલ છે……_
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ