*પ્રેસ નોટ તા.૨૩/૦૩/૨૦૨૦*
* *હાલમાં સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર વૈશ્વિક બિમારી કોરોના વાયરસ COVID-19 ન ફેલાઇ અને જાહેર આરોગ્ય સલામતી, લોકોની સુખાકારી જળવાઇ રહે કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને અસર ન થાય તે માટે બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરી પોતાની ચાની દુકાન ચલાવી જાહેરમાં ગંદકી કરતા એક ઇસમને પકડી પાડી ગુન્હો દાખલ કરતી અમરેલી સીટી પોલીસ*
* અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.રાણા સાહેબ નાઓએ હાલમાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર વૈશ્વિક બિમારી કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા મહામારી જાહેર કરેલ છે. જે બાબતે તકેદારીના ભાગ રૂપે આ રોગચાળાને ફેલાતો અટકાવવા માટે તાત્કાલીક ધોરણે તમામ હોટેલો, રેસ્ટોરંટો, ખાણી પીણીની લારીઓ/ઢાબાઓ, મીઠાઇ ફરસાણની દુકાનો ભોજનાલયો, પાન માવાના ગલ્લાઓ, સીગરેટ બીડીની દુકાનો, સોડા શોપ, આઇસ્ક્રીમ પાર્લરો, રસના સીંચોડા, ટી-સ્ટોલો તમામ સ્થળોએ સ્થળ પર વેચાણ બંધ કરવા માટે આદેશ કરવામાં આવેલ હોય જે બાબતે મ્હે. કલેક્ટર સાહેબ વ જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમરેલીનાઓએ જાહેરનામું બહાર પાડેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર નાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમરેલી લાઠી રોડ ફોરવર્ડ સર્કલ પાસે સુખનિવાસ કોલોની તરફ જવાના રસ્તા પર ‘‘નકળંગ ચા’’ નામની દુકાનના માલીકે ભારત સરકાર શ્રી તથા ગુજરાત સરકાર શ્રીની ગાઇડ લાઇન મુજબ જરૂરી તકેદારી રાખેલ ન હોય અને મ્હે. કલેક્ટર સાહેબ વ જીલ્લા મેજીસ્ટ્રેટ સા.શ્રી નાં જાહેરનામાનો ભંગ કરેલ હોય તેમના વિરૂદ્ધ ધી એપેડેમીક એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા IPC ક.૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ ઇસમ:-*
(૧) સામતભાઇ અરજણભાઇ ચાચડા ઉ.વ.૩૬ ધંધો.ચાની લારી રહે.બક્ષીપુર (ભુતીયા) તા.જી.અમરેલી
રિપોટર ભાવેશ વાઘેલા અમરેલી