Uncategorized

પ્રેસ નોટ તા.૨૫/૦૩/૨૦૨૦* * હાલમાં સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર વૈશ્વિક બિમારી કોરોના વાયરસ COVID-19 ન ફેલાઇ તે માટે બહારના દેશમાંથી

*પ્રેસ નોટ તા.૨૫/૦૩/૨૦૨૦*
* હાલમાં સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર વૈશ્વિક બિમારી કોરોના વાયરસ COVID-19 ન ફેલાઇ તે માટે બહારના દેશમાંથી કે બહારના રાજ્યમાંથી આવેલ વ્યક્તિઓને એરપોર્ટ પર સ્કેનિંગ કરી ૧૪ દિવસ માટે ‘‘હોમ કોરેન્ટાઇન’’માં રહેવા માટે કેન્દ્ર-રાજ્ય સરકાર તરફથી આપેલ સુચનાઓનો ભંગ કરી પોતાના ઘરમાંથી ૧૪ દિવસ પહેલા બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરતા એક ઇસમને પકડી પાડી ગુન્હો દાખલ કરતી અમરેલી સીટી પોલીસ*
* Government of India Ministry Of Health & Family Welfare Directorate General of Health Services (EMR Division Guidelines For Home Quarantine) તેમજ મ્હે. કલેક્ટર સાહેબ વ જીલ્લા મેજીસ્ટ્રેટ સા.શ્રી અમરેલીનાઓ દ્વારા કોરોના વાયરસ COVID-19 નાં ફેલાવાની પરીસ્થિતીને ધ્યાને લઇ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ થાય અને કોરોના વાયરસ ફેલાવાની પરીસ્થિતી નિયંત્રણમાં આવે તે માટે મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ સદરહું જાહેરનામાનો કડકપણે અમલ કરાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ પરમાર તથા હિરેનસિંહ ખેર તથા આરીફખા ભોજવાણી નાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જાણવા મળેલ કે, વિશાલભાઇ પરશોત્તમભાઇ દેસાઇ રહે.અમરેલી લાઠી રોડ એસ.ટી.ડીવિજનની સામે કલ્યાણનગર તા.જી.અમરેલી વાળો ગઇ તા.૧૨/૦૩/૨૦૨૦ ના રોજ ઓમાનથી અમદાવાદ એરપોર્ટ પર આવેલ હોય અને તેનું સ્કેનિંગ ટેસ્ટ કરી ૧૪ દિવસ માટે પોતાના રહેણાંક મકાને ‘‘હોમ કોરેન્ટાઇન’’માં રહેવા તેમજ કોઇપણ પ્રસંગે રહેણાંકની બહાર ન જવું તેવી સલાહ આપેલ હોય પરંતુ વિશાલભાઇએ કેન્દ્ર/રાજ્ય સરકારની સુચના મુજબ ‘‘હોમ કોરેન્ટાઇન’’નું પાલન નહિ કરી પોતાના ઘરની બહાર નીકળી હાલ સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર વૈશ્વિક બીમારી કોરોના વાયરસ COVID-19 ફેલાવાની સંભાવના હોય અને માનવ જીંદગીને જોખમ કારક હોવાનું જાણતો હોય તેમજ પોતાના આ કૃત્યથી આ રોગચાળાનો ફેલાવો તેઓ તરફથી થશે તેવી સંભાવનાની જાણ હોવા છતા પોતાની કાયદેસરની જવાબદારી અને ફરજમાં ચુક કરી પોતાના ઘરેથી બહાર નીકળી કેન્દ્ર-રાજ્ય સરકારશ્રીની ‘‘હોમ કોરેન્ટાઇન’’ અંગેની સુચનાનું પાલન નહી કરી ગુન્હો કરેલ હોય જેની સામે અમરેલી સીટી પો.સ્ટે.માં ધી એપેડેમીક એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા IPC કલમ ૨૬૯, ૨૭૦,૧૮૮ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ ઇસમ:-*
(૧) વિશાલભાઇ પરશોત્તમભાઇ દેસાઇ ઉ.વ.૨૮ રહે.હાલ-જી.-૨ ૫૦૪, ઓપેરાપામ ખોલવડ ગામ તા.કામરેજ જી.સુરત મુળ-રહે.અમરેલી લાઠી રોડ એસ.ટી ડીવિજનની સામે કલ્યાણનગર બ્લોક નં.૬૭ તા.જી.અમરેલી

IMG-20200325-WA0085.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *