Uncategorized

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની સહાય માટે આઇ ખેડુત પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૦ સુધી અરજી કરવા ખુલ્લું રહેશે

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની સહાય માટે આઇ ખેડુત પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૦ સુધી અરજી કરવા ખુલ્લું રહેશે

કમોસમી વરસાદના કારણે ખરણ પાકમાંથી બની શકે છે આંબોળીયા, આમચૂર કાચી, શરબત સહિતની મૂલ્યવર્ધક વસ્તુઓ

તા. ૫ મે, અમરેલી

અમરેલી જીલ્લાના આંબા પાકની ખેતી કરતા ખેડુતો માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા જણાવવામાં આવે છે કે, જીલ્લામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદ તથા વાવાઝોડાના કારણે બાગાયતી પાકને નુકશાન થયું છે. જેના અનુસંધાને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ભલામણ મુજબ, જો વાવાઝોડા સાથે વરસાદના લીધે કેરી ખરી પડી હોય ત્યારે ખેડુતોને આર્થિક નુકશાન થયેલ હોય તેમજ, કોરોના વાયરસના કારણે ખેડુતોને કાચા ફળોના બજાર ભાવ ન મળી શકે તેવી સ્થિતિમાં ખેડુતો આ ખરણ પાકમાંથી આંબોળીયા, આમચૂર કાચી કેરીનો પાવડર, કાચી કેરીનું અથાણું, મુરબ્બો, છુંદો, શરબત સહિતની મૂલ્યવર્ધક વસ્તુઓ બનાવી છૂટક, જથ્થાબંધ વેચાણ કરી શકે છે.

ઉપરાંત જો વાવાઝોડાના કારણે આંબાનું વૃક્ષ નમી પડેલ હોય, પડી ગયેલ હોય તો ઉખડી ગયેલા ઝાડને ફરીથી વાવી શકાય છે. જે દિશામાં ઝાડ નમી ગયું હોય તેની વિરુધ્ધ દિશામાં મૂળિયાંને નુકશાન ન થાય તે રીતે ખાડો ખોદી, ઝાડને ટ્રેકટર સાથે બાંધી ખેંચવું, જેથી ઝાડ ધીમે ધીમે સીધું થશે. ત્યારબાદ ખાડામાં છાણીયું ખાતર માટીનું મિશ્રણ નાખી પાણી આપવું. ઝાડ જમીનમાંથી ઉખડી ગયું હોય ત્યારે તેને થડથી અંદાજે ૮-૧૦ ફૂટથી કાપી નાખવું. ત્યારબાદ જે જ્ગ્યાએ રીપ્લાન્ટ કરવાનું હોય તે જગ્યાએ ૫-૬ ફૂટનો ખાડો ખોદી તેમાં કોહવાયેલ ખાતર, માટી અને જરૂર મુજબ રેતી નાખી ઝાડના મૂળ વિસ્તારને ધ્યાન રાખી ખાડો ભરી દેવો. થડના મેઢને મારી નાખવા માટે લોખંડના તારને કાણાની અંદર દાખલ કરી ઇયળને અંદર જ મારી નાખવી. ત્યારબાદ પેટ્રોલ અથવા ૧ લી. પાણીમાં ૧૫-૨૦ મીલી કલોરોપાયરીફોસ ૨૦% ઇ.સી. ભેળવી ઇન્જેક્શનની મદદથી કાણામાં દાખલ કરી કાણાને માટીથી બંધ કરી દેવું.

કોરોના વાયરસ સંક્રમણના લીધે લોકડાઉન રહેવાના કારણે ઘણાખરા ખેડુતો ઓનલાઇન અરજી કરવાથી વંચિત રહી ગયા હોય, જેથી આવા ખેડુતો વર્ષ ૨૦૨૦-૨૧ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની સહાય માટે આઇ ખેડુત પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૦ સુધી અરજી કરવા ખુલ્લું રહેશે. આ ઉપરાંત વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, અમરેલીનો ૦૨૭૯૨-૨૨૩૮૪૪ ઉપર સંપર્ક સાધવાનો રહેશે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *