બાબરા તાલુકાના કરીયાણા ગામમાં આવેલ સ્વામીનારયણ મંદિર દ્રારા છેલ્લા ૧૫ દિવસ થી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.
(દરરોજ અંદાજીત ૧૫૦ થી ૨૦૦ લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવે છે.)
દેશ અને સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ ની મહામારી છે. સમગ્ર વિશ્વ માં લાખો લોકો આ વાયરસ ની ઝપેટ મા આવી ગયા છે. ત્યારે ભારત સરકાર દ્રારા સમગ્ર દેશ માં ૩ મે સુધી લોકડાઉન વધારવા માં આવ્યું છે. ત્યારે ગુજરાત ના દરેક જીલ્લા અને તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માં અનેક સંસ્થાઓ અને સેવાભાવી યુવાનો ભુખ્યા સુધી ભોજન પોસાડે છે.
ત્યારે બાબરા તાલુકાના કરીયાણા ગામમાં આવેલ શ્રી સ્વામીનારાયણ મંદિર દ્રારા છેલ્લા ૧૫ દિવસ થી સતત અન્નક્ષેત્ર સ્વામી નારાયણ મંદિર ના મહંત શ્રી ઘનશ્યામ પ્રિય સ્વામી દ્રારા શરુ કરવામાં આવેલ છે. આ સેવાક્રીય કાર્યમાં સેવા માં જહેમત ઉઠાવનાર યુવાનો ઉત્સવભાઈ ગજ્જર, લાલભાઈ દરજી, વિશાલભાઈ ગોર, બિજલભાઈ ઝાપડીયા, સહિત યુવાનો એ અહી સેવા પુરી પાડે છે. આ ભોજન પ્રસાદ જરૂરિયાતમંદ લોકો ના ઘરે ઘરે જઈ વિતરણ કરવામાં આવે છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા