બાબરા
તા.૩૦/૦૪/૨૦૨૦
બાબરા તાલુકાના કોટડાપીઠા ચેકપોસ્ટ પર સંઘન ચેકિંગ, જીલ્લા બહાર ના લોકો ને પ્રવેશ આપવામાં આવતો નથી.
( કાળજાળ ગરમી માં પણ પોલિસ જવાનો રાત દિવસ અહી સંઘન ચેકિંગ કરી રહ્યા છે.)
સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસ ના કારણે લોકડાઉન છે ત્યારે લોકોની સુરક્ષા માટે રાત દિવસ જોયા વગર પોલિસ જવાનો તમામ ચેકપોસ્ટ પર તેનાદ છે ત્યારે આજ રોજ બાબરા ન્યુંજ ટીમ રાહુલ ડી. પરમાર, હિરેનભાઈ ચૌહાણ, હરેશભાઈ ડી. પરમાર, આદિલખાન પઠાણ, હાર્દિક ભાઈ તળાવીયા દ્રારા અમરેલી જીલ્લા ની સરહદ ગણાતી કોટડાપીઠા ચેક પોસ્ટ ની મુલાકાત લીધી હતી.કોટડાપીઠા ચેક પોસ્ટ પર સંઘન ચેકિંગ થય રહ્યું છે. આ ચેક પોસ્ટ રાજકોટ-ભાવનગર મેન રોડ પર હોવા થી વાહનો ની અવર જવર સતત રહે છે. આ કાળજાળ ગરમી લચે પણ બાબરા પોલિસ જવાનો અહી ફરજ બજાવે છે. અમરેલી જીલ્લા બહાર ના કોઈ પણ માણસો ને જીલ્લા માં પ્રવેશ આપવા મા આવતો નથી અને જીલ્લા ના કોઈ પણ માણસો ને કામ વગર જીલ્લા બહાર જવા દેવામાં નથી આવતા. ત્યારે અમારી ટીમ દ્રારા તમામ પોલિસ જવાનો નો ખુબ ખુબ આભાર માનવા મા આવે છે સાથે લોકો ની સુરક્ષા માટે પોતાના જીવની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવી રહ્યા છે તે બદલ અભિનંદન.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા