*પ્રેસ નોટ તા.૨૨/૦૪/૨૦૨૦*
*બાબરા તાલુકાના સીરવાણીયા ગામે વાડી વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિં.રૂ.૮૮,૩૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ*
💫 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ *બાબરા તાલુકાના સીરવાણીયા ગામની સીમમાં* લાલજીભાઇ જેરામભાઇ રોજાસરાની વાડીના શેઢા પાસે જાહેરમાં કેટલાક ઈસમો ગંજીપત્તાના પાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી* નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા છ ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ હોય, *આરોપીઓએ જુગાર રમવા ઉપરાંત સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવી, માસ્ક નહીં પહેરી, બિનજરૂરી ઘરની બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરેલ હોય, જે તમામ સામે જુગારધારા મુજબ તેમજ જાહેરનામા ભંગ બદલ ધોરણસર કાર્યવાહી કરી* બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
💫 *જુગાર રમતાં રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમોઃ-*
1️⃣ લાલજીભાઇ જેરામભાઇ રોજાસરા, ઉં.વ.૪૨, રહે.સીરવાણીયા, તા.બાબરા, જિ.અમરેલી.
2️⃣ રમેશભાઇ અરજણભાઇ બારડ, ઉં.વ.૪૦, રહે.ભુરખીયા, તા.લાઠી, જિ.અમરેલી.
3️⃣ દિનેશભાઇ વાઘજીભાઇ જાદવ, ઉં.વ.૩૩, રહે.સીરવાણીયા, તા.બાબરા, જિ.અમરેલી.
4️⃣ હરેશભાઇ રવજીભાઇ ભાલીયા, ઉં.વ.૩૫, રહે.નાની કુંડળ, તા.બાબરા, જિ.અમરેલી.
5️⃣ ઘનશ્યામ મગનભાઇ સોલંકી, ઉં.વ.૩૫, રહે.જાનબાઇની દેરડી, તા.લાઠી, જિ.અમરેલી.
6️⃣ પાંચાભાઇ કરશનભાઇ વાટુકીયા, ઉં.વ.૩૬, રહે.કરીયાણા, તા.બાબરા, જિ.અમરેલી.
💫 *પકડાયેલ મુદામાલઃ-*
રોકડા રૂ.૪૧,૮૩૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૬, કિં.રૂ.૧૬,૫૦૦/- તથા મોટર સાયકલ નંગ-૧, કિં.રૂ.૩૦,૦૦૦/- મળી *કુલ કિં.રૂ.૮૮,૩૩૦/- નો મુદ્દામાલ.*
💫 આ કામગીરી *પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.