બાબરા તાલુકાના ૫૭ ગામોમાં અત્યારે હાલમાં કોરોના વાયરસ કે જેને w. H. O.દવારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ હોય તેની સામે અગમચેતી ના પગલાં લેવા માટે તમામ ગામોમાં સરપંચ તથા તલાટી કમ મંત્રી શ્રી ઓ દ્વારા દવાનો છંટકાવ કરવો અતિ આવશ્યક હોઈ તેમજ વાયરસ નો ફેલાવો નથાય તે હેતુથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.ગરણી, ચરખા, અમરવાલપુર, કુવરગઢ, બરવાળા, ગળકોટડી,જીવાપર વાવડી,વાકીયા, દેવળીયા, ફુલઝર, ખીજડીયા કોટડા, ધરાઇ, ખંભાળા,કોટડાપીઠા,ગમાપિપળીયા કરણુકી, વલારડી, વાવડા,નડળા, વિ.અને બીજા ગામોમાં દવાનો જથ્થો આવે તેમ છંટકાવ કરવાનું ચાલુ છે.ત્યારે ગામોના વિવિધ વિસ્તારો માં આવેલ ધાર્મિક સ્થળો પર આજ સવારથીજ કોરોના વાયરસથી બચવા માટે સમગ્ર ગામોમાં ટેન્કર દ્વારા દવાનો છંટકાવ થયો હતો.ગામના સરપંચો દ્વારા જણાવ્યા મુજબ સરકારી ધારા -ધોરણ મુજબ આખા ગામમાં સેનિટાઇઝેશન કરવાં માટે ખેડુતો દ્વારા બ્લોવર તેમજ દવા છાંટવા માટે પંપથી સ્પ્રે પણ કરવામાં આવ્યું હતુ.ત્યારે ગામમા દરરોજ સફાઈ અભિયાન પણ ચાલુ રાખવામાં આવે છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા