બાબરા
તા.૩૦/૦૪/૨૦૨૦
બાબરા તાલુકા ના વધુ ૫ ગામો ની મુલાકાત કરવામાં આવી, લોકડાઉન અંગે માહિતી મેળવતી ન્યુઝ ટીમ.
( બાબરા તાલુકા ના સેવાડા ના ગામો માં લોકડાઉન નો ઓચો અમલ થય રહ્યો છે, પોલિસ પેટ્રોલિંગ વધારવાની ખુબજ જરુર છે)
ગ્રામ્ય વિસ્તારોના સરપંચો પાસે થી મેળવવામાં આવી રહી છે. અને સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉન નું પાલન થતું ના હોય તે ગામો ના સરપંચો ને ધ્યાન દોરી લોકડાઉન નું અમલ કરાવવા જણાવવા માં આવે છે.ત્યારે આજ રોજ અમારી ટીમ બાબરા તાલુકા ના વધુ ૫ ગામો ની મુલાકાત કરી હતી જેમા કોટડાપીઠા, ખાનપર, કલોરાણા, વાવડા, અને રાયપર ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ ગામો ના સરપંચો, ઉપ સરપંચો સહિત આગેવાનો સાથે વાતચીત કરી લોકડાઉન નું ગામમાં કેવું પાલન થાય છે. તેની માહિતી લેવામાં આવી હતી. આમ તો આ તમામ ગામો માં લોકડાઉન ને લઈને ગ્રામ પંચાયત દ્રારા તમામ તકેદારી માટે યોગ્ય પગલા લેવામાં આવ્યા છે. તેમજ સરપંચો દ્રારા તમામ ગામો માં કોરોના મુક્ત દવાઓ નો છંટકાવ પણ કરવા માં આવી રહ્યો છે. પણ હજુ અમુક ગામો માં લોકો દ્રારા લોકડાઉન નું પાલન કરવામાં નથી આવતું તેવું જોવા મળ્યું હતું. સરપંચો દ્રારા અનેક વખત સમજાવવા મા આવે છે કે ઘર મા રહો પણ ગામ ના લોકો હજું પણ સમજી રહ્યા નથી. ત્યારે અમારી ટીમ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરતા કરતા વાવડા ગામે પોસી ત્યારે જાણવા મળ્યું કે વાવડા ગામે લોકો લોકડાઉન નું પાલન કરતા નથી જાહેર ચોકો માં ટોળા વળી બેસે છે. તેમજ સરપંચ દ્રારા અનેક વાર અપીલ કરવા માં આવેલ છે કે કામ વગર ઘરની બહાર ના નિકળો પણ ગ્રામ જનો સરપંચ શ્રી ની વાત માનતા નથી અને આ બાબતે જ્યારે અમારી ટીમ દ્રારા વાવડા ગામના સરપંચ સાથે વાત કરી ત્યારે સરપંચ શ્રી દ્રારા જણાવેલ છે કે, હાલ લોકડાઉન છે અને અમારા ગામમાં લોકડાઉન ના પગલે કોરોના વાયરસ માટે કોરોના મુક્ત દવાઓ નો છંટકાવ પણ કરવા માં આવી રહ્યો છે. આ સહિત ના તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. હજુ પણ ગામમાં અમુક લોકો લોકડાઉન નું પાલન કરી રહ્યા નથી. અને વધુમાં સરપંચે ઉલ્લેખ કરેલ છે કે, પોલિસ દ્રારા પણ અમારા ગામમાં પેટ્રોલિંગ કરવા માં નથી આવતું પાસ-સાત દિવસે એક વાર પોલિસ પેટ્રોલિંગ માં આવે છે. માટે ગામ લોકો માં ડર નથી અંત માં સરપંચ શ્રી એ પોલિસ તંત્ર ને અપીલ કરેલ છે કે, વાવડા ગામે પેટ્રોલિંગ વધારવા માં આવે જેથી લોકડાઉન નું જે લોકો પાલન નથી કરતા તે પાલન કરવા લાગે.ત્યારે આજે અમારી ટીમ બાબરા ના ૫ ગામો ની મુલાકાત કરી લોકડાઉન ની તમામ માહીતી મેળવી હતી. મોટાભાગ ના ગામો માં લોકડાઉન નું સારૂ પાલન થય રહ્યું છે તેમજ આ તમામ ગામો માં સરપંચો દ્રારા ગામની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા