બાબરા
તા.૦૬/૦૫/૨૦૨૦
બાબરા ની બજારોમાં આવેલ ફરસાણ ની દુકાનોમાં પડતર ફરસાણ ના જથા નો નાસ કરવામાં આવ્યો.
(લોકો ના આરોગ્ય સાથે કોઈ સેડા ના થાય તે માટે વાસી ફરસાણ નો જથો નાસ કરવામાં આવ્યો)
અમરેલી જીલ્લા માં હાલ અમુક દુકાનો ને છુંટ આપવા માં આવેલ છે જેમાં ફરસાણ ની દુકાનોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારે આજ રોજ બાબરા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી એસ. આઈ. નિમાવતભાઈ, સલીમભાઈ ઓઢા, તેમજ બાબરા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ શ્રી મુન્નભાઈ મલકાણ એ બાબરા ની મુખ્ય બજારો માં આવેલ ફરસાણ ની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવેલ હતું અને દુકાનો માં રાખેલ વાચી ફરસાણ નો નાસ કરવામાં આવેલ હતો સાથે કોઈ પણ ફરસાણ ની દુકાનદાર વાસી ફરસાણ નું વેચાણ કરશે તો તેના વિરૂધ્ધ માં કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.
આ ચેકિંગ માં નગરપાલિકા ચીફ ઓફીસર તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ ને સાથે રાખી પાલિકા ની ટીમ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા