બાબરા
તા.૨૩/૦૪/૨૦૨૦
બાબરા પંથક ના ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉન નું સુસ્ત પણે અમલવારી થય રહી છે.
(પોલિસ જવાનો સતત પેટ્રોલિંગ કરી લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરે છે)
સમગ્ર વિશ્વ માં કોરોના વાઈરસ નો હાહાકાર છે ત્યારે ભારત માં પણ હાલ કોરોના વાઈરસ ના મોટા પ્રમાણ મા કેસો નોંધાય રહ્યા છે. ભારત સરકાર દ્રારા હાલ સમગ્ર ભારત માં લોકડાઉન લગાવવા માં આવ્યું છે. ત્યારે ગુજરાત માં સવ થી વધારે કેસો જો હોય તો અમદાવાદ મા નોંધાયા છે. અને ગુજરાત ના મોટા ભાગના જીલ્લાઓ કોરોના ની ઝપેટ મા આવી ચુક્યા છે. પણ હજુ અમુક જીલ્લાઓ માં હજુ સુધી એક પણ પોઝીટીવ કેસ નોંધાયા નથી ત્યારે આગળ પણ કોઈ કેસ ના આવે તે માટે જે જીલ્લાઓ માં કેસ નથી આવ્યા તે જીલ્લાઓમાં કડક પણે લોકડાઉન નું પાલન તંત્ર કરાવી રહ્યું છે.
અમરેલી જીલ્લા ની વાત કરીએ તો અહીં હાલ માં કોઈ કેસ નથી પણ અમુક શંકાસ્પદ કેસો ની તપાસ થય રહ્યી છે. હજુ સુધી અહી એક પણ કેસ પોઝીટીવ નથી આવેલ માટે જીલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓક અને પોલિસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્રારા જીલ્લા માં એક પણ કેસ પોઝીટીવ ના આવે તે માટે લોકડાઉન નું કડક માં કડક અમલ કરાવવા માટે જીલ્લા ના તંત્ર ને આદેશ આપેલ છે.
ત્યારે બાબરા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં અમારી ન્યુંજ ટીમ દ્રારા સતત માહિતી એકઠી કરવામાં આવી રહેલ છે. ગ્રામ્ય વિસ્તારો ની મુલાકાત કરી ત્યારે જાણવા મળેલ છે કે, ગ્રામ્ય વિસ્તારો માં ખુબ સારી રીતે લોકડાઉન નું પાલન કરવામાં આવી રહ્યું છે.
અમારી ટીમ દ્રારા બાબરા તાલુકા ના ઈસાપર, ત્રંબોડા, ગમાપિપળીયા, વલારડી, પીર ખીજડીયા,અમર વાલપુર, કુંવરગઢ, અને ચરખા ગામની આજ રોજ મુલાકાત કરી હતી. ત્યાંનાં સરપંચો, ઉપ સરપંચો, સભ્યશ્રીઓ સહિત આગેવાનો સાથે વાતચીત કરી ને કેવી રીતે ગામમાં લોકડાઉન નું પાલન થય રહ્યું છે તે માહિતી લીધી હતી. ત્યારે જાણવા મળેલ હતું કે શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારો માં લોકડાઉન નું સારૂ પાલન થય રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારો માં પોલિસ દ્રારા સતત પેટ્રોલિંગ કરવા માં આવે છે. અને જો કોઈ લોકડાઉન દરમ્યાન કામ વગર આટાફેરા મારતા દેખાય તો તેમના વિરૂધ્ધ માં કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે છે. દરેક ગ્રામ્ય વિસ્તારો માં કોરોના મુક્ત દવાઓ નો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. તેમજ જીલ્લા બહાર ના કોઈ માણસ ને ગ્રામ્ય વિસ્તારો માં પ્રવેશ આપવામાં આવતો નથી અમુક ગામો માં પંચાયત દ્રારા માસ પહેરવું પણ ફરજીયાત કરેલ છે. જો કોઈ માસ વગર બહાર નિકળે તો રુ.૧૦૦/૫૦૦ નો દંડ લેવા મા આવે છે. જો કોઈ ને શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો દેખાય આવે તો તરતજ આરોગ્ય ખાતા ને જાણ કરવા માં આવે છે. આ રીતે બાબરા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં લોકડાઉન નું પાલન કરવા માં આવી રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તાર ના લોકો દ્રારા પોલિસ જવાનો, આરોગ્ય ખાતા ની ટીમ, મિડીયા કર્મીઓ સહિત તમામ નો આભાર માન્યો હતો.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા