Uncategorized

બાબરા માં આવેલ દુકાનો કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ ના હુકમ મુજબ ખોલવા સૂચના.

બાબરા
તા.૦૬/૦૫/૨૦૨૦

બાબરા માં આવેલ દુકાનો કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ ના હુકમ મુજબ ખોલવા સૂચના.

(ડાબી અને જમણી બાજુની દુકાનદારોએ નિયમ અને સમય મુજબ ખોલવા સુચના અપાય)

જ્યારે દેસમાં કોરોના નો હાહાકાર છે સમગ્ર દેશ કોરોના સામે જઝુંબી રહ્યો છે. ત્યારે ગુજરાત માં ઝોમ પ્રમાણે વહેંચવા માં આવેલ છે. ગુજરાત મા જે જિલ્લાઓ માં વધારે કેસો છે અને દિવસે ને દિવસે કેસો મા વધારો થય રહ્યો છે તે જીલ્લા ને રેડ ઝોન મા સમાવેશ કરવા માં આવેલ છે તેમજ જે જિલ્લાઓ માં કેસો તો છે પણ કેસો મા વધારો નથી થતો અને રીકવરી થય રહ્યા છે તે જીલ્લા ને ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવા માં આવેલ છે અને જે જિલ્લાઓ મા હજુ સુધી કોરોના નો એક પણ કેસ પોઝીટીવ નથી આવ્યો તેને ગ્રીન ઝોનમાં સમાવેશ કરવા માં આવેલ છે. અને ગ્રીન ઝોન માં અમુક છુંટછાટ આપવા માં આવેલ છે.
ત્યારે ગુજરાત માં હાલ અમરેલી જીલ્લા હજુ સુધી એક પણ પોઝીટીવ કેસ આવેલ નથી ત્યારે અમરેલી કલેક્ટર સાહેબ દ્રારા જીલ્લા માં અમુક ધંધાઓ ને છુંટ આપવામાં આવેલ છે. ત્યારે બાબરા માં આવેલ મુખ્ય બજારો ખુબજ સાકડી હોવાથી બાબરા શહેર માં આવેલ મુખ્ય બજારો તેમજ હાઈવે ઉપર આવેલ ધંધા રોજગાર દુકાનો ને જીલ્લા કલેકટર સાહેબ તેમજ પ્રાંત સાહેબ ના હુકમનામા મુજબ ડાબી અને જમણી બાજુની દુકાનદારોએ નિયમ અને સમય મુજબ દુકાનો ખોલવા ની સૂચનાઓ બાબરા મામલતદાર સાહેબશ્રી બગસરિયા, નાયબ મામલતદાર સાહેબશ્રી અશોકભાઈ મકવાણા સાહેબ, પી.આઈ. શ્રી વાઘેલા સાહેબ, પી.એસ.આઈ. શ્રી વિ.વિ.પંડ્યા સાહેબ, ચીફ ઓફિસર શ્રી તેમજ બાબરા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ દ્રારા દુકાનદારોને આપવામાં આવેલ છે. તેમજ નિયમ નું યોગ્ય પાલન કરવા માટે પણ ખાસ સૂચના આપેલ છે.

રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

IMG-20200506-WA0021-1.jpg IMG-20200506-WA0022-2.jpg IMG-20200506-WA0024-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *