બાબરા
તા.૨૮/૦૪/૨૦૨૦
બાબરા માર્કેટીંગ યાર્ડ એક મહિના બાદ ફરી થયું ધમધમતું.
યાર્ડ મા દરોજ ૨૦ જેટલા ખેડુતો ના રજિસ્ટ્રેશન કરવા માં આવે છે.
બાબરા માર્કેટીંગ યાર્ડ કોરોના ને લઈ છેલ્લા એક માસ થી બંધ હતું. એક માસ બાદ ફરી બાબરા યાર્ડ ધમધમતું થયું છે. રજિસ્ટ્રેશન કરાવેલ ખેડુતો પોતાનો માલ વેચવા આવી રહ્યા છે. હાલ બાબરા યાર્ડ માં રોજ ૨૦ જેટલા ખેડુતો ના રજિસ્ટ્રેશન કરવા માં આવે છે. અને રોજ ૨૦ જેટલા ખેડુતો ને માર્કેટીંગ યાર્ડ ના સતાધીશો માલ વેચવા બોલને છે.
સોશ્યલ ડિસ્ટન્સ રાખીને માલની હરાજી કરવામાં આવે છે. તો વેપારીઓ પણ સોશ્યલ ડીસ્ટન્સ રાખી માલ ની ખેડુતો પાસેથી ખરીદી કરે છે. માર્કેટીંગ યાર્ડ ના વાઈસ ચેરમેનએ જણાવ્યું હતું કે અમારૂ માર્કેટીંગ યાર્ડ રોજ ૨૦ જેટલા ખેડુતો નું રજિસ્ટ્રેશન કરે છે. અને ખેડુતો ને ફોન કરી ખેડુતો નો માલ વેચવા માટે બોલાવાય છે. ગવર્નમેન્ટ ના રોજ પ્રમાણે અમે માર્કેટીંગ યાર્ડ માં હરાજી કરીએ છીએ તો ખેડુતો ને પોતાના માલના રૂપિયા પણ ઉચા આવે છે. પહેલા દિવસે ૧૨ જેટલા ખેડુતો અને આજે ૨૦ ખેડુતો જીરું, ઘઉં, અને ચણા લઈને વેચવા માટે આવ્યા હતા. અને સારા એવા ભાવ પણ ખેડુતો ને મળ્યા હતા. સારા ભાવ મળતા જગતનો તાત રાજી જોવા મળ્યો હતો.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા