Uncategorized

બાબરા લાઠી ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લોકોના બંધારણીય અધિકારોની રક્ષા તેમજ પોલીસ તેમજ તંત્રની જોહુકમી માટે સુચના થવા બાબત મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કરી

બાબરા
તા.૦૨/૦૫/૨૦૨૦

બાબરા લાઠી ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લોકોના બંધારણીય અધિકારોની રક્ષા તેમજ પોલીસ તેમજ તંત્રની જોહુકમી માટે સુચના થવા
બાબત મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કરી

કોરોના મહામારી અંગે સારાંય દેશ ૩ મે અને હવે ૧૭ મે સુધી લોકડાઉન છે. લોકડાઉનનું પાલન કરવું પ્રજાની ફરજ બને છે સાથોસાથ આ દેશની લોકશાહીમાં બંધારણીય રીતે તેમજ કાયદાકીય રીતે લોકોના હકક જાળવવાની આપણી ફરજ બને છે. પરંતુ લોકડાઉન દરમ્યાન રાજયના જુદા-જુદા અમરેલી જિલ્લા સહિત તાલુકા મથકે તેમજ ગ્રામ્ય મથકે થી અનેક ફરીયાદો પોલીસ અને તંત્ર વિરૂધ્ધ મળે છે. પોલીસ અને તંત્ર પ્રજાની બંધારણીય અધિકારો ઉપર તરાપ મારી રહી છે. લોકડાઉનના કારણે નિયમોમાં રોજે-રોજ ફેરફાર થઈ રહ્યા છે તે ધારાસભ્યશ્રીને પણ પ્રેસ મિડીયા મારફર જાણકારી મળી રહી છે ત્યારે પ્રજાની શું પરિસ્થિતિ હશે તે વિચારવાની તાતી જરૂરીયાત છે. કોઇપણ વ્યક્તિ પોતાના મોટરસાઇકલ લઈ લોકડાઉનમાં ઘણાબધા કામોમાં બહાર નિકળવું જરૂરી હોય છે ત્યારે પોલીસ ગાલી ગલોચ કરી અપમાનીત ભાષામાં મોટરસાઇકલ ઉપર ડંડા પછાડી પોતાની જોહુકમી ચલાવી રહી છે જે સંપુર્ણ ગેરવ્યાજબી છે. ગઈકાલે સાવરકુંડલા ભાજપના એક કાર્યકર્તાના ચીરંજીવીને પોલીસે બેરેહમીથી માર માર્યો, પ્રભારી મંત્રીશ્રી આ દિવસે હાજર હોઇ તેમની પાસે ફરીયાદ જતા પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા સારી બાબત છે. તેવું મને બિન સતાવાર રીતે જાણવા મળેલ છે. વ્યક્તિ સાચો હોય ધારાસભ્યો, જિલ્લા પંચાયત સહ્યો, પુર્વ ધારાસભ્યો કે કોઇ પાર્ટીના રાજકીય આગેવાનો PSI, PI, Dy.SP કે SP ને ફોન કરી જણાવવા માંગતા હોય છે પરંતુ ફોન રીસીવ થતા નથી દુ:ખદ બાબત છે. તાજેતરમાં કુંકાવાવ તાલુકાના મોટા ઉજળા ગામના સરપંચ ટ્રેકટર લઈને નિકળયા ટ્રેકટરમાં મોરમ હતી જે હાલ ખેડુતોને ખુબ જ જરૂરી છે. વડીયા પોલીસ સ્ટેશનના PSI કોઇ મહિલા છે તેમણે તેમનું ટ્રેકટર ડિટેઇન કર્યું અને વડીયા પોલીસ સ્ટેશન ઉપર લઈ જવા સુચન કર્યુ અને તેમને પણ વડીયા પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવેલ તે ગેરવ્યાજબી છે મે મોબાઇલ કર્યો જવાબ મળેલ નહિં SMS કરી વાત કરવા જણાવ્યું હતુ પણ કોલ આવેલ નથી, પોલીસ કોઇ ખોટી બાબત લાગે તો વાહન ડીટેઇન કરવા માટે તેમને અધિકાર છે પરંતુ કોઇ વ્યક્તિ પોતાની પાસે આર.સી.બુક, વિમો પોલીસી અને લાયસન્સ ન હોય તો તેમનો ફોન નંબર અને આધારકાર્ડ ઉપરથી તેમને ૧૫ દિવસમાં કાગળો બતાવવાનું સુચન કરી શકે. પરંતુ તેમ ન કરતા લોકોને ખોટી રીતે પરેશાન કરવામાં આવે છે. આવા કિસ્સામાં સરપંચ કક્ષાના વ્યક્તિને માર મારી હોવાની મારી પાસે રજુઆત આવેલ છે તેમજ લાઠી તાલુકાના દામનગર પોલીસ સ્ટેશનના મહિલા PSI અતિ ગાલી ગલોચ બોલી ગમે તેવી ભાષામાં વાતો કરે છે તેવી અનેક રજુઆતો આવી છે. રાત્રે ૨ વાગે એક બસ મારફત દામનગર થી ભાલવાવ અને ગારીયાધાર પોલીસે કરેલ ગેરકાયદેસર રસ્તાબંધી તોડીને બસને જવા દેવાય છે તે અંગેની વિડીયો ક્લીપ અન્ય કોઇ વ્યક્તિ મારફત મને પણ મોકલવામાં આવેલ છે તે બાબતે આ કલીપ કલેકટરશ્રીને મે પણ મોકલેલ છે તેની તપાસ કરતા મને વિગતવાર પ્રેસ મિડીયા મારફત એવું જણાવ્યું કે બસને મંજુરી આપી હતી હવે પ્રશ્ન એ થાય છે કે જો બસને મંજુરી આપી હોય તો તેના રૂટ નકકી હોય છે અને મોટાભાગના મેઇન રૂટ હોય છે તો આ બસને ગ્રામ્ય રસ્તેથી શા માટે લઈ જવામાં આવી ? બસના ફોટા ઉપરથી રઘુવીર ટ્રાવેલ્સ તેવું દેખાઇ રહ્યુ છે અને બોટાદ SDM તરફથી મંજુરી મળેલ હતી તેમ પ્રેસ મિડીયા મારફત કહેવામાં આવી રહ્યુ છે તંત્રએ કોઇ જવાબ આપેલ નથી તેની તપાસ થવી ઘટે. તેને બદલે સરપંચ ઉપર કોઇ કલમો નીચે ફરીયાદ કરવામાં આવે છે તેવી રજુઆત ગ્રામ્ય આગેવાનો તરફથી મારી સમક્ષ રજુઆત આવેલ છે મુંજાયેલ સરપંચ કશું બોલતા નથી. ભાલવાવ ગામના આવા જ કિસ્સામાં વાડી ઉપર સુરતથી આવેલા રત્નકલાકારો તેમજ અન્ય વ્યવસાયમાં જોડાયેલ પ્રતિસિષ્ટ વ્યક્તિઓએ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી કોઇ કાર્યક્રમ કર્યો હતો તેમને પકડીને ફરીયાદ નહી લેવાના અથવા સામાન્ય ફરીયાદ લેવાના રૂ।.૯૦,૦૦૦/- નેવુ હજારનો વહીવટ કરેલ છે તેવું અનેક લોકોએ ધારાસભ્ય તરીકે મને મૌખિક જાણ કરેલ છે પણ ડરના માર્યા લેખીત જણાવેલ નથી અને આ રકમ પૈકી રૂ।.૭૦,૦૦૦/- સીત્તેર હજાર અરજદાર તરફથી દામનગરના પ્રતિશિષ્ટ વ્યક્તિના ખાતામાં જમાં કરાવવામાં આવે છે અને તે વ્યક્તિએ પોલીસ તંત્રના કોઇ સગા-સબંધીના ખાતામાં આ રકમ જમાં કરેલી છે અને તે અંગેની મને બિનસતાવાર માહિતી આપેલ છે. સાચુ કે ખોટુ એ તપાસનો વિષય છે તો પણ તેમને છોડવામાં આવતા નથી કારણ કે રકમ ૯૦,૦૦૦/- નકકી થયેલ હતી બાકી રહેતા રૂ।.૨૦,૦૦૦/- વીસ હજાર એક સોની મહાજન પાસેથી ઉધાર લેવામાં આવે છે અને પોલીસના દલાલો મારફત આ રકમ તેમને મળ્યા પછી તેમની ગાડી ડીટેઇન થતી નથી અને સામાન્ય ફરીયાદ લઈ તેમને જતા કરવામાં આવ્યા છે. આ વિસ્તારનો હું ધારાસભ્ય છું તાજેતરમાં મુલાકાત દરમ્યાન તેમજ દુરવાણી સંદેશા ઉપર લોકોના મોટરસાઇકલ જતા કરવા છોડવા પોલીસ તંત્ર તરફથી મોટો તોડ થાય છે તેવી અનેક રજુઆત મળેલ છે. તેની સરકારી એજન્સીઓ મારફત અને ભ્રષ્ટ્રાચાર વિરોધી તંત્ર મારફત કાયદાકીય ખુબ ગંભીરતાથી તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યો છું તેમજ સામાન્ય વહીવટ વિભાગના તાજેતરના પરીપત્ર થયેલ છે તેમાં મોબાઇલ માં વોટસએપ સંદેશા આપ્યાબાદ પણ PSI વાત કરી નથી તો તે અંગેની પણ પરીપત્રના ઉલ્લંઘન બાબતની આવા અધિકારી ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યો છું.
લોકડાઉન વધવાને કારણે લોકો ખુબ જ ચિંતામાં છે કોઇ નાની-મોટી ભુલ પણ થઈ શકે છે તેને તંત્ર ગેરકાયદેસર રીતે ડરાવી ધમકાવી લોકોને દબાવવામાં ન આવે તેવી માંગણી કરી રહ્યો છું. ખોટી રીતે પોલીસ અધિકારી ટ્રેકટર ડીટેઇન કરવાની કાર્યવાહીનો વિરોધ કરૂં છું અને નિયમો પ્રમાણેની કાર્યવાહી થાય તે માટે આપના લેવલેથી પોલીસ તંત્રને સુચના આપવા માંગણી કરી રહ્યો છું. હાલ લોકોને લાંબા સમય બાદ ખાદ્ય-ખોરાકી માટે મુશ્કેલીઓ છે સામાજીક ખેતીકામ તેમજ તમામ વર્ગોને પોતાના વ્યવહારિક કામોની જરૂરીયાત ઉભી થયેલ છે તે બાબતોને ધ્યાને લઈ તંત્ર અને પોલીસ જોહુકમી ન ચલાવે, લોકો પોતાનું કામ કરવા નિકળ્યા હોય અને આવા સંજોગોમાં કોઇ કાગળ સાથે ન હોય તો તેમને તાત્કાલીક ડીટેઇન કરવાને બદલે તંત્ર સહકાર આપે સાથોસાથ કોઇ વ્યક્તિ પોલીસ પાસે તેમનું ઓળખકાર્ડ તેઓ જે ગાડીમાં જઈ રહ્યા છે તેના કાગળો છે કે કેમ અને તેમની સાથે કાગળો ન હોય તો ફરજ પરના જે કોઇ અધિકારી હોય તો તેની સાચી વાત ધ્યાને લેવામાં આવે, રાજકીયપક્ષના કોઇ આગેવાનો પોલીસ કે તંત્ર પાસે લોકોના બંધારણીય અધિકારો પ્રમાણે કોઇ કાગળો જોવા માંગે તો તંત્રની પણ કાગળ બતાવવાની ફરજ બને છે અને સાથોસાથ કોઇ વ્યક્તિ પોતાનું રોજીંદી કામગીરી કરવા માટે જતો હોય તો તેમને પરેશાન કરવામાં ન આવે અને તંત્ર મહામારી કોવિડ – ૧૯ વાયરસ સામે સુમેળભરી અને સરાહનીયભરી કાર્યવાહી કરવામાં આવે તે અંગેના રાજયના તમામ વિભાગને સુચન થવા અને રાજકીય પદાધિકારી કોઇપણ અધિકારીને ફોન કરે તો ફોન રીસીવ કરીને વ્યવસ્થિત રીતે જવાબ આપે તે માટે આ પત્રથી સુચન સાથે માંગણી કરી રહ્યો છું. આપના લેવલેથી તાકીદે આદેશો થાય તેવી વિનંતી છે.

રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

IMG-20200502-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *