Uncategorized

બાબરા લાઠી મા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા પ્રેસ નિવેદન કરી ભાજપને વેધક સવાલો સાથે જવાબ આપવા જણાવ્યું હતું*

*બાબરા લાઠી મા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા પ્રેસ નિવેદન કરી ભાજપને વેધક સવાલો સાથે જવાબ આપવા જણાવ્યું હતું*

ભાજપના રાજમાં ખેડુતો બેહાલ બન્યા છે અને તેની દિનપ્રતિદિન દુરદશા થતી જાય છે તેમ જણાવી લાઠી – બાબરા ના ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે પ્રેસ નિવેદન કરી ભાજપને વેધક સવાલો સાથે જવાબ આપવા જણાવ્યું છે. ૨૦૨૨ માં ખેડુતોની આવક બમણી થશે તેવા બળગા ફુકતી મોદી સરકારના નેતૃત્વમાં ખેડુત પાયમાલ થયો છે તેમાં કોણ જવાબદાર છે ? ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે ખેડુતનો દિકરો પોતાની ખેતી કરી શકતો નથી, ડબલ સવારી મોટરસાઇકલ પર ખેડુત છે માસ્ક પહેરયું નથી તેમ ડરાવી ધમકાવી પોલીસ ખેતરે જતા ખેડુતોનું મોટરસાઇકલ ડીટેઇન કરી રહી છે. કોરોના જેવી મહામારીમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવું જોઇએ અને આ વાયરસ ફેલાતો અટકે તેમા જનતાએ સાથ સહયોગ આપવો જોઇએ તેમ હું માનું છું તેવું જણાવી શ્રી ઠુંમરે રાજય અને દેશની ભાજપ સરકારને ખેડુત ખેતરે ટ્રેકટર લઈને જતો હોય અથવા પોતાની ખેતીની જમીન સમથળ બનાવતો હોય તો ટ્રેકટર ડીટેઇન કરવામાં આવે છે. ખેડુતનો દિકરો ઉભા શ્વાસે જીવી રહ્યો છે ત્યારે ખેડુતોની ચિંતા કરવાની જવાબદારી કોની છે ? તેનો ભારતીય જનતા પાર્ટી જવાબ આપે. માત્ર કોરોનાના કારણે ડરાવી ધમકાવી ખેડુત સહિતના તમામ વર્ગોને તેમની સાચી વાત માનવાને બદલે ડરાવવા ધમકાવવામાં આવે છે તેતો અંગ્રેજ કરતા પણ ખરાબ હાલતમાં મુકવાની ભારતીય જનતા પાર્ટીની ચાલ તો નથી ને ? તેવો વેધક પ્રશ્ન પુછી શ્રી ઠુંમરે હાલ લોકશાહી અમલમાં છે કે કેમ ? માત્ર બણગા ફુકવાથી અને કોંગ્રેસનો વાક કાઢી આ દેશ નહી ચાલી શકે. રીઝર્વ બેંકના પુર્વ ગવર્નર રઘુરાજને માઇનસ જતાં GDP અંગે ચિંતા કરી છે. પુર્વ ગવર્નરશ્રી સુબારાવ એ ખેડુતો ઉપર વધારે પડતો અંકુશ પણ આ દેશની દુરદશા નોતરશે તેવી ચિંતા વ્યકત કરી છે. અર્થશાસ્ત્રી અને પુર્વ વડાપ્રધાનશ્રી મનમોહનસિંહજીએ આ દેશને ઉંચાઇ ઉપર લઈ જવા માટે ૧૦ વર્ષ જે મહેનત કરી અને માત્ર બોલીને બકબક કરીને દેશને ખાડામાં લઈ જવાનું પાપ ભારતીય જનતા પાર્ટી તો નથી કરી રહીને ? તેમ જણાવી દાખલો આપતા શ્રી ઠુંમરે અરબો રૂપિયા મેહુલ ચોકસી અને ૫૦ ડીફોલ્ટરો લઈ ગયા તે કોની જવાબદારી બની છે ? દેશ બીકને નહી દુંગા તેવા બુમ બરાડ પાડી અનેક સરકારી કંપનીઓ વેંચી નાખવાનું પાપ કોણ કરી રહ્યુ છે ? LIC અને બેંકો ફટાફટ બંધ થઈ રહી છે અને જંગી NPA ના ભરડામાં લઈ જવાનું પાપ કોણ કરી રહ્યુ છે ? મનમોહનસિંહજીએ તો ત્યાં સુધી જણાવ્યું કે રીઝર્વ બેંકમાં હવે કશું રીઝર્વ રહ્યુ નથી તો વિદેશ ઇન્વેસમેન્ટ કેવી રીતે આવશે તેની કોણ ગેરંટી આપવાનું છે અને તેના કારણે આ દેશ ૨૦ વર્ષ ખાડામાં ધકેલાયો છે તેની જવાબદારી કોની છે ? તેમ મનમોહનસિંહજીના કહેવા પછી પણ કોઇ જવાબ આપતુ નથી ત્યારે હિન્દુસ્તાન અને ગુજરાતની પ્રજા આ ખોટી નિતીઓ માત્ર ધર્મના નામે ચાલતા ભારતીય જનતા પાર્ટીને ઓળખે તેમ જણાવી લોક બળવા તરફ આગળ વધી રહ્યા છે અને આ દેશમાં અને રાજયમાં બળવો થશે તો પ્રથમ બળવાખોર ખેડુતો જ થાશે તેની ભારતીય જનતા પાર્ટી નોંધ લેવાની જરૂર છે. હું ખેડુતોને ઉશ્કેરવા પણ નથી માંગતો, પરંતુ મુંજાયેલ ખેડુત બીજુ શું કરી શકે તેમ જણાવી અંતમાં શ્રી ઠુંમરે રોજ બેંકો ઉઠી રહી છે ONGL અને LIC જેવી કંપની ઉઠી રહી છે તે નિષ્ફળતા ભાજપ કોરોના ઉપર તો ઠોકી દેવાતો નથી માંગતો ને ? કાયદાનું પાલન અધિકારીઓએ કરાવવું જોઇએ પરંતુ તેઓ સીવીલકોડ ભુલીને અધિકારીઓ જોહુકમી કરે છે તેના માટે કોણ જવાબદાર છે તેનો ભાજપ જવાબ આપે તેવું શ્રી ઠુંમરે જણાવ્યું હતું.

રીપોર્ટર:

*આદીલખાન પઠાણ*

(બાબરા)

IMG-20200430-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *