Uncategorized

મદદ કરવા બદલ કુટુંબીજનો દ્વારા *રમેશભાઈ, લીલાબેન તેમજ દીકરી પ્રિયાબેન ડીવાયએસપી કચેરી આવી, જૂનાગઢ પોલીસનો ખાસ

 

મદદ કરવા બદલ કુટુંબીજનો દ્વારા *રમેશભાઈ, લીલાબેન તેમજ દીકરી પ્રિયાબેન ડીવાયએસપી કચેરી આવી, જૂનાગઢ પોલીસનો ખાસ આભાર* વ્યક્ત કર્યો હતો

💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પાવર દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_

💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે ,જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. યુસુફભાઈ, ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ બંદોબસ્તમાં હતા ત્યારે જૂનાગઢ શહેરમાં ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભેડા અને લીલાબેન ભેડા, પતિ પત્નીએ આવી જાણ કરેલ કે, *પોતાની દીકરી પ્રિયા કે જે લોધિકા તાલુકાના ખીરાસરા ખાતે સાસરે હોઈ, પોતાના સાસરિયા દ્વારા આપવામાં આવતા ત્રાસના કારણે ખીરાસરા થઈ નીકળી ગયેલ છે, મોબાઈલ બંધ આવે છે, તો પોતાની પુત્રીને જૂનાગઢ લાવવા ચિંતાતુર હૃદયે રજુઆત* કરેલ હતી. દીકરી પ્રિયાના માતા પિતા તથા *કુટુંબીજનો હાલની લોક ડાઉનની પરિસ્થિતિને લઈને ખૂબ જ ગભરાઈ ગયેલા અને દીકરી કોઈ અવિચારી પગલું ભરી ના લે, એવા વિચારે ખુબ જ મુંજાયેલા* પણ હતા…._

💫 _જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તમજ પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા ના જણાવ્યા પ્રમાણે તાત્કાલિક રાજકોટ રૂરલ એલસીબી ના પી.આઈ. મહેન્દ્રસિંહ રાણા અને સાપર પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલનો સંપર્ક કરવામાં આવેલ તે દરમિયાન દીકરી પ્રિયાનો મોબાઈલ ઉપર સંપર્ક થતા અને તેઓને રાજકોટ રૂરલની ફૂડ પેકેટની મોબાઈલ મળી જતા અને ફૂડ પેકેટની મોબાઈલ સાંકળી ચોકી ધાર સુધી આવતી હોય, હે.કો. શિરીષભાઈ સરવૈયા તથા સ્ટાફ ઘરેથી નીકળી ગયેલ પ્રિયાબેન ને જૂનાગઢ પહોંચાડી ગયેલ હતા. *જૂનાગઢ પોલીસ અને રાજકોટ રૂરલ પોલીસ દ્વારા કપરા સમયમાં મદદ કરવા બદલ રમેશભાઈ અને લીલાબેનના કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો. જૂનાગઢ ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા *રમેશભાઈ, લીલાબેન તથા દીકરી પ્રિયાબેન ડીવાયએસપી કચેરી આવી, જૂનાગઢ પોલીસનો ખાસ આભાર* વ્યક્ત કરેલ હતો તેમજ..સુરક્ષા સાથે સેવાનું કાર્ય જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_

  1. મહેશ કથીરિયા
    બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200412-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *