Uncategorized

માંગરોળ તા.22.3.2020 માંગરોળમાં જનતા કરફ્યુ 100% સફળ માંગરોળ વાસીઓ દ્વારા સ્વયંભુ જડબેસલાક બંધ કોરોના ને હરાવવા માંગરોળવાસીઓએ

માંગરોળ
તા.22.3.2020

માંગરોળમાં જનતા કરફ્યુ 100% સફળ માંગરોળ વાસીઓ દ્વારા સ્વયંભુ જડબેસલાક બંધ
કોરોના ને હરાવવા
માંગરોળવાસીઓએ એક થઈને બંધ પાડી રાષ્ટ્ર ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22મીએ જનતા કરફ્યુ ની અપીલ કરતા માંગરોળની જનતાએ માંગરોળ બંધ રાખવાનું સ્વીકાર્યું હતું અને કોરોના સામે લડાઈ માં સાથ સહકાર આપવા અને પોતાને પણ કોરો નાના સંક્રમણથી બચાવવા સ્વયંભૂ બંધ પાડી જનતા કરફ્યુ ને સફળ બનાવ્યું હતું. આજે માંગરોળ 100% જડબેસલાક બંધ રહ્યું હતું. બજારો, તમામ દુકાનો, રાહદારીઓ તથા વાહન વ્યવહારની અવરજવર પણ તદ્દન બંધ રહી હતી. કોરોનાને હરાવવા માંગરોળ વાસીઓ મેદાને પડયા હતા. અને લોકોએ બહાર નીકળવાનું બંધ કરી સાચા અર્થમાં આજે દેશ વ્યાપી જનતા કરફ્યુ ને માંગરોળ ની જનતાએ જનતા કરફ્યુ ને સફળ બનાવ્યો હતો,

માંગરોળ માં સવારથી જ ચાની કિટલીઓ, પાનના ગલ્લા, નાસ્તાની લારીઓ, રેસ્ટોરન્ટ, હોટેલ, બંધ માંગરોળ ના લીંમડાચોક,જેલરોડ,કાપડ બજાર,ગુલજારચોક,ટાવરરોડ, દાણાપીઠ,એસટી રોડ,બંદર રોડ સહિતના તમામ વિસ્તારના વેપારી ભાઇઓ દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું સાથે સાથે શાકમાર્કેટ પણ બંધ રાખવામાં આવી હતી શહેરના તમામ નાના/મોટા મુખ્ય માર્ગો તેમજ સોસાયટી વિસ્તારના માર્ગો સુમસામ થઈ ગયા હતા. નગરજનોએ પણ ઘરે રહીને તંત્રની અપીલ ને સ્વીકારીને સહકાર આપ્યો હતો માંગરોળ બંધ રાખવામાં આવ્યું હતું

આ તો વૈશ્વિક મહામારી કોરોના ને હરાવવા દ્રઢ સંકલ્પ સાથે લોકો એ સ્વયંભૂ બંધ પાડીને રાષ્ટ્રભક્તિ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી બતાવી આપ્યું હતું કે આને કહેવાય જનતા કરફ્યુ ગઈકાલે વેપારી મંડળ દ્વારા જનતા કરફ્યુ માં લોકો તેમજ વેપારીઓને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી વેપારી મંડળ માંગરોળ એ જણાવ્યું હતું કે કોરોના વાઈરસના આતંકના ઉગ્ર ફેલાવાને લઈને સરકાર તરફથી જનતા કરફ્યુ ની અપીલ કરવામાં આવેલ છે તેને સમર્થન કરી આજે માંગરોળ શહેરમાં તમામ વેપારી મિત્રો એ સહકાર આપી દુકાનો બંધ કરી હતી.
માંગરોળ વાસીઓએ આજે ઘરોમાં બંધ રહીને ટી.વી પર સમાચાર, ફિલ્મો નિહાળી સગા સંબંધીઓને ફોન પર ખબર અંતર પૂછી કોરોના સંદર્ભે કાળજી રાખવા જણાવ્યું હતું.

ભારતભરમાં કોરોનાનો કહેર વધતો જાય છે ગુજરાતમાં કોરોના વાયરસ પગ પેસારો કરતો જાય છે.ગુજરાત માં પણ પોઝિટિવ કેસો નોંધાયા છે. ત્યારે તે વધારે ફેલાવો ના થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નક્કર પગલાં લેવાય રહ્યા છે ત્યારે માંગરોળ માં
નગરપાલિકા દ્વારા અમુક વિસ્તારો માં ડીડીટી નો છંટકાવ કરેલો જોવા મલીરહ્યોં છે

માંગરોળ ની જનતા એ જનતા કરફ્યુમાં સવાર થી સાંજ સુધી ઘરમાં પુરાઈ રહેલા લોકો દ્વારા ઠેક ઠેકાણે સાંજના પાંચ વાગ્યા ના ટકોરે બાલ્કની, બારી અને ડેલીએ ઉભા રહી તાળી અને થાળીઓ વગાડી અને શંખનાદ કરી મહામારીમાં બેખોફ રીતે કર્તવ્યનિષ્ઠા થી પોતાની ફરજ બજાવતા મીડિયા કર્મીઓ,સફાઈ કર્મીઓ,પોલીસ અને ડોકટરો ને બિરદાવ્યા હતા.

જ્યારે મંગરોલમાં સરકારી હોસ્પિટલ ખાતે કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તમામ સ્ટાફ સતત ખડેપગે રહેલો જોવા મળી રહ્યો હતો

જ્યારે 24 કલાક 365 દિવસ લોકોની સેવામાં હાજર રહેતા એવા 108 ની ટિમ પણ સુસજ્જ જોવા મળી રહી હતી

જ્યારે લોકોની સેવા અને સુરક્ષા માટે રાત કે દિવસ જોયા વગર સતત ને સતત દોડતા રહેતા એવા માંગરોળ પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફ ના જવાનો પણ સતત પેટ્રોલીગ કરી રહ્યા હતા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

રિપોર્ટર
અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200322-WA0081-2.jpg IMG-20200322-WA0082-1.jpg IMG-20200322-WA0083-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *