Uncategorized

માંગરોળ તા.22.3.2020 માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા કોરોના જાગૃતિ અભિયાન હેન્ડ બિલ માસ્ક વિતરણ કરી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે વિશ્વ ચકલી દિવસની કરાઈ ઉજવણી
છેલ્લા એક દશકા થી પર્યાવરણ અને અન્ય પ્રવુતિ સાથે સેવા સમર્પિત સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ ચકલી દિવસની ઉજવણી ના ભાગ રૂપે મામલતદાર કચેરી, પોલિસ સ્ટેશન,તાલુકા પંચાયત,સરકારી હોસ્પિટલ સહિત અન્ય લોકોને ચકલી ના માળા તેમજ કોરોના જાગૃતિ અભિયાન હેન્ડ બિલ માસ્ક વિતરણ કરાયા જેમાં સંજીવની નેચર ફાઉન્ડેશન અને ચોરવાડની ગદરે મરીન એકસપોર્ટ પ્રા.લી. અંકુર ગ્રુપ ઓફ એજ્યુકેશન જે.જે. સી ફૂડ્ઝ સહયોગથી માંગરોળ ના સંજીવની ના જાગૃત પ્રમુખ નરેશ ગોસ્વામી નિલેશ રાજપર રમેશભાઇ જોશી મનસુખભાઈ વૈષ્ણવ ચેતનભાઇ કગરાણાં તેમજ પત્રકારો મિત્રો અને આગેવાનો દ્વારા પંખી માળા તેમજ હેન્ડ બિલ, માસ્ક વિતરણ કરાયા હતા.છેલ્લા એક દશકાથી સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જેમા ચાર થી પાંચ હજાર ચકલી ના માળા પાણીના કુંડા, ચણદાની જેવી વિવિધ વસ્તુઓ નુ વિના મુલ્યે વિતરણ કરવામાં આવે છે.જેમા ચાલું વર્ષ કોરોના વાયરસ ના લીધે સરકારશ્રી ના આદેશ મુજબ સંસ્થા દ્વારા કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યોછે અને કોરોના કાબુ મા આવ્યા બાદ કાયઁક્મ રાખવામાં આવશે તેમ જણાવાયું છે

રિપોર્ટર
નિલેશ રાજપરા
માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *