Uncategorized

માણાવદરના બાગદરવાજા હોળી સમિતિ દ્રારા મફત ભોજન પીરસતું રસોડું શરૂ કરવામાં આવ્યું

માણાવદરના બાગદરવાજા હોળી સમિતિ દ્રારા મફત ભોજન પીરસતું રસોડું શરૂ કરવામાં આવ્યું

પ્રવર્તમાન સમયમાં કોરોનાને કારણે સરકારે લોકોની અવરજવર સ્થગિત કરતા રોજેરોજ નું કમાઇ ને પેટિયું રળતા હજારો શ્રમિકોના ચૂલા બંધ થઇ ગયા છે ત્યારે આવા ગરીબ શ્રમિકોની વહારે આવવા માનવતા બેઠી થઇ છે. માણાવદરમાં સૌ પ્રથમ વાર ફુડપેકેટ તૈયાર કરી તેનું વિતરણ કરનાર માણાવદર ની બાગદરવાજા હોળી સમિતિ ના યુવાનો જ હતા ત્યાર પછી અન્ય સંસ્થાઓ લોકોની મદદે આવવા લાગી હતી

આ સમિતિ એ વર્તમાન પરિસ્થિતિને જોઇને ગરીબ લોકોને ભરપેટ જમવાનું મળી શકે તે માટે રસોડું શરૂ કર્યું છે. સમિતિ ના સભ્યો સેવા આપી રહયા છે. આ રસોડામાં રોજ 300 કરતાય વધારે લોકો પોતાના પેટ ની ભુખ ઠારી રહયા છે.

આ સંસ્થા જયા સુધી લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી મફત ભોજન આપતું આ રસોડું ચાલું રાખવા તૈયાર થઇ છે. આ સંસ્થા સમિતિ કોઇની પાસે થી રોકડ રકમ નું દાન સ્વીકારતી નથી જે કોઇ લોકોએ મદદ કરવાની ઇચ્છા હોય તો અનાજ વેસણ કાચી સામગ્રી આપી શકે તેમ સંસ્થા એ જણાવ્યું છે. બાગદરવાજા હોળી સમિતિ નદી કાંઠે આ રસોડું કાર્યરત હોઈ સૌએ તેનો લાભ લેવા સમિતિ એ જણાવ્યું છે.

તસ્વીર -અહેવાલ

જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176

IMG-20200403-WA0051-1.jpg IMG-20200403-WA0050-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *