માણાવદર તાલુકામાં આગાખાન ગ્રામ સમર્થન દ્રારા વિનામૂલ્યે 1600 માસ્કનું વિતરણ
સમગ્ર વિશ્ર્વને કોરોના નામ ની મહામારી એ બાનમાં લીધું છે. ત્યારે ભારત પણ બાકાત નથી ભારતના વડાપ્રધાન દ્રારા કોરોનાથી બચવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ભારત થંભી જ ગયું છે. શોશ્યીલ મિડિયા માં પણ લોકોને કોરોના પ્રત્યે જાગૃતિ મળે અને ધરમાં રહેવાની અપીલ ના અસંખ્ય મેસેજો વાયરલ થવા પામેલ છે. અનેક સેવાભાવી સંસ્થાઓ દ્રારા ગરીબ લોકોને જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ પહોંચાડવામાં મહા મુહિમ ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લો પણ આ મુહિમ માંથી બાકાત નથી
માણાવદર શહેર અને તાલુકાના 19 ગામો માં આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ દ્રારા વિનામૂલ્યે જરૂરિયાત મંદ લોકો ને કોટન ના માસ્ક 1600 નંગ નું વિતરણ કરવામાં આવ્યું હતુ રમણભાઈ પટેલ (રિજીયોનલ મેનેજર ) ની સુચનાથી નિતિન એચ. ભૂતિયા અને તેમનો સ્ટાફ પણ માસ્ક વિતરણ માં જોડાયો હતા
તસ્વીર – અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176