Uncategorized

માણાવદર તાલુકામાં 5439 નું સ્કીનીંગ કરી 14 દિવસ સુધી ફોલોઅપ કરતા આરોગ્ય કર્મચારી

માણાવદર તાલુકામાં 5439 નું સ્કીનીંગ કરી 14 દિવસ સુધી ફોલોઅપ કરતા આરોગ્ય કર્મચારી

કોવિડ 19 વાયરસ ને અલવિદા આપવા તથા લોકોના આરોગ્ય ની જાળવણી કરવા સરકાર દ્વારા અનેક વિધેયાત્મક પગલાં ભરવામાં આવી રહયા છે. નોકરશાહી ને સજાગ કરી દઇ લોકોના રક્ષણમાં ખડી કરી દેવાઇ છે.

કોરોના વાયરસની આ મહામારી મા પોતાના જીવનની પરવા કર્યો વગર ગામડે ગામડે અને દરેક ગામડાના ધરે ધરે ફરી સ્ક્રીનીંગ કરતા તેમજ કોરોનાથી કઇ રીતે બચવું તેની સમજણ આપતાં માણાવદર તાલુકાના આરોગ્ય વિભાગ ના રવિ પાનશેરીયા તથા કર્મચારીઓ દરેક ગામડાના સરપંચો ના સહકાર – સંકલન સાથે લોકોને મળી તેમનું સ્ક્રીનીંગ કરી રહયા છે

માણાવદર તાલુકા ના ગામડાઓમાં સૂરત , અમદાવાદ ,વડોદરા, રાજકોટ તથા એવા અન્ય શહેરોમાંથી આવી અહી વસેલા 5439 જેટલા લોકો નું સ્કીનીંગ કરીને તેની યાદી તૈયાર કરીને ધરમાં જ કોરોન્ટાઇન કરવા માટે આ કર્મચારીઓ સમજણ આપી રહયા છે અને તમામને 14 દિવસ ફોલોઅપ કરવામાં આવ્યું છે. રવિ પાનશેરીયા દ્વારા પોતાના વિસ્તારમાં વસતા જરૂરિયાત મંદ લોકને આરોગ્ય સેવા સાથે સ્વ ખર્ચે ફુડપેકેટ નું વિતરણ પણ કરી રહયા છે.

તસ્વીર – અહેવાલ

જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176

IMG-20200413-WA0001-0.jpg IMG-20200413-WA0002-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *