Uncategorized

માણાવદર તાલુકા ના દગડ ગામે ઝુપડામાં રહેતા મજુરો ને અનાજ કરીયાણાની કીટો આપવામાં આવી

માણાવદર તાલુકા ના દગડ ગામે ઝુપડામાં રહેતા મજુરો ને અનાજ કરીયાણાની કીટો આપવામાં આવી

*દાતાના સહયોગથી પોલીસ દ્વારા કીટો નું વિતરણ કરવામાં આવ્યું*

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ લોકોને બહાર ન નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજનું કમાઈને રોજ ખાતા પરિવારો માટે કપરાં સંજોગો સર્જાયા છે ત્યારે આવા લોકો માટે દિવસો કાઢવા દુષ્કર બનેલા છે. આવા સમયે માણાવદર પીએસઆઇ ના માર્ગદર્શન હેઠળ બંદોબસ્તમાં રહેલ પોલીસ દ્વારા બંદોબસ્ત અને કાયદાના અમલ કરાવવાની સાથે આવા જરૂરિયાત મંદ લોકોને જમવાનુ અને નાસ્તો પૂરો પાડી અનોખી સેવા નો યજ્ઞચાલુ કર્યો છે.

માણાવદર ના પીએસઆઇ એન.બી.આંબલીયા મેડમના ના માર્ગદર્શન હેઠળ બંદોબસ્તમાં રહેલ સ્ટાફના ધ્યાન ઉપર મજૂરી કરતા લોકોની પરિસ્થિતિ આવતા માણાવદર તાલુકાના દગડ ગામે તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તાર માં ઝુપડામાં અને ફૂટપાથ ઉપર રહેતા મજૂરોના ઘરોમાં અનાજ કરીયાણાની કીટો આપી બંદોબસ્તની સાથે સેવાકીય કાર્ય કરવામાં આવતા, ઝૂંપડામાં તથા ફૂટપાથ ઉપર વસતા મજૂરો અને છોકરાઓ ભાવ વિભોર થયેલ હતા. પોલીસની સહિષ્ણુતા ભરી કામગીરીથી ઝૂંપડામાં વસતા લોકોના માનસપટ ઉપર એક અલગ જ છાપ પાડી હતી. કોરોના ના કહેર સામે લડતા લોકોની પડખે રહી, લોક ડાઉન નો અમલ કરાવી બંદોબસ્તની કપરી કામગીરી ની સાથે સાથે માણાવદર પોલીસ દ્વારા જરૂરિયાત મંદોની સાથે રહી, મદદ કરવાની સેવાકીય કાર્યવાહી થી ઝૂંપડામાં વસતા લોકોને પણ કરોના વાયરસ સામે લડવાનું બળ પૂરું પાડવામાં આવેલ છે. આ સેવા કાર્યમાં શૈલેષભાઈ કરંગીયા, સુરેશભાઈ ગરચર, જીણાભાઇ, નિલેષભાઈ ધ્રાંગડ વગેરે જોડાયા હતા

તસ્વીર – અહેવાલ

જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176

IMG-20200413-WA0004-1.jpg IMG-20200413-WA0003-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *