માણાવદર નગરમાં વર્તમાન સ્થિતિમાં જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ ની અનન્ય સેવા
માણાવદરના નદી કંઠે આવેલી ધેડીયા કોળી સમાજની વાડીમાં રાજસ્થાન થી મજુરી કામ કરવા આવેલા શ્રમજીવીઓ આશરો લઇ રહ્યા છે લોકડાઉન ને કારણે મજુરી બંધ થતા તેવો રહેવા માટે ધર સોધતા હતા ત્યારે તેમને કોળી સમાજના લોકો એ તેમને સમાજ ની વાડી ખોલી દય તેમને આશરો આપ્યો હતો જ્ઞાતિ સેવકો ભરતભાઈ ડાકી ,ભીખાભાઈ વગેરે સારી રીતે દેખરેખ રાખે છે
માણાવદર જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા રાજસ્થાન ના લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે. જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ નિરાધાર, અપંગ વૃધ્ધ લોકોને દરરોજ 150 વ્યક્તિઓને ધર બેઠા ટીફીન સેવા છેલ્લા પાંચ વર્ષથી ચાલુજ છે હાલ આ કોરોના મહામારી માં આ વિકટ પરિસ્થિતિમાં દરરોજ 500 જેટલા જરૂરીયાત વાળા લોકોને સાદુ ભોજન અર્પણ કરાવવામાં આવે છે અન્ન પૂર્ણા રથ દ્રારા આ સેવા કરી રહ્યા છે. જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ વિજયભાઈ મશરૂ તેમજ નૈમિષભાઇ રાવલ , હિમાંશુ મશરૂ, કનુભાઈ જાની , સંજય ચૌહાણ, કિશનભાઇ યાદવ વગેરે પોતાની સેવા આપી રહયા છે.
તસવીર -અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176