માણાવદર ના ગોકુલધામ એપાર્ટમેન્ટ છેલ્લા માળે ટીટોડીએ ચાર ઇંડા મૂકયા સારા ચોમોસાનો સંકેત આપતી ધટના
સામાન્ય રીતે ટીટોડીઓ પોતાનાં ઇંડાં સીમ વગડામાં કે નદી તળાવ ના બેટમાં જ મૂકતી હોય છે લોકવાયકા પ્રમાણે જો ટીટોડી ઉભા ઇંડાં મૂકે તો સંખ્યા પ્રમાણે ના મહિનાઓ સુધી વરસાદ વરસ્યા કરે અને જો આડા પડેલી સ્થિતિ માં ઇંડા મૂકે તો ચોમાસું નબળું થાય
પરતું જો ટીટોડી જમીનથી ઊંચે એટલે કે કોઇ મેડીની ખુલ્લી અગાસી પર ઇંડા મૂકે તો અગાસીની ઊંચાઈ સુધી પાણી પહોંચે તેવો એટલે કે મુશળધાર વરસાદ પડે અગાસી ઉપર ટીટોડી ઇંડા મૂકે છે ત્યારે લોકો કહે છે કે આ ચોમાસું સારું રહેવાનું
માણાવદર ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલ અરજણભાઇ કરંગીયા ના ગોકુલધામ એપાર્ટમેન્ટ ના છેલ્લા માળે ટીટોડીએ ઇંડા ઊભી હાલતમાં રહેલા ચાર ઇંડા મૂકયા છે લોકો ઇંડા જોઇને હવામાન વરસાદ નો કયાસ કાઢી રહયા છે
તસ્વીર -અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176