માણાવદર ભાજપ શાસિત પાલિકા પોતાનાજ સફાઈ કામદારોની જીંદગી સાથે ચેડા
કામદારોને માસ્ક – મોજા – સેનેટાઇઝર કેમ નથી આપતા
માણાવદર ભાજપ શાસિત પાલિકા એકતરફ ગંદકી થી હજી પણ ખદબદતી ગટરો છે બીજી બાજુ સમગ્ર દેશમાં કોરોના નો કહેર ત્યારે સરકારશ્રી દ્રારા સ્વચ્છતા જાળવવાની સુચના છે. લોકોને માસ્ક – મોજા તથા વારંવાર સાબુથી હાથ ધોવા જેવી સુચના આપે છે જે સુચના કોરોનાની મહામારી થી માનવ જીંદગી બચાવવા કરે છે.
ત્યારે માણાવદર ભાજપ શાસિત પાલિકા પોતાનાજ સફાઈ કામદારોની જીંદગી સાથે ચેડા કરતા નજરે પડયા છે જયારે શહેરમાં સફાઇ કામદારો કામગીરી હાલની સ્થિતિ માં જીવના જોખમે કરી રહયા છે તેની સેફટી માટે માસ્ક – હાથ મોજા તથા હાથની સફાઈ માટે સેનેટાઇઝર વગર જ આજે સવારે એમને એમ કોઇ જ સેફટી સાધનો વગર કામગીરી કરતા નજરે પડયા હતા ત્યારે સફાઈ કામદારોની મહામુલી જીંદગી સાથે ચેડા કરનાર ચીફ ઓફિસર, કોન્ટ્રાક્ટર, સતાધીશો સામે પગલાં લેવા રજૂઆત ભાવીનભાઇ રાઠોડ સામાજીક કાર્યકરે કરી છે. ચીફ ઓફિસર ને રૂબરૂ રજૂઆત છતાં જાણી જોઇને સફાઈ કામદારોને સેફ્ટી સાધનો નથી આપતા તેને મન સફાઇ કામદારો ની કોઇજ મહામુલી જીંદગી ની કિંમત નથી આ અંગે ઉચ્ચકક્ષાએ પણ રજૂઆત થશે આ કામદારોને કેટલું રોજ કેવી રીતે મળે છે. તે તપાસ થશે ખરી ? તેમ ભાવિનભાઇ રાઠોડે જણાવ્યું હતુ
તસ્વીર -અહેવાલ
– જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176