Uncategorized

માણાવદર લોકડાઉન સંદર્ભે ડીવાયએસપી ગઢવી સાહેબે મુલાકાત લીધી*

*માણાવદર લોકડાઉન સંદર્ભે ડીવાયએસપી ગઢવી સાહેબે મુલાકાત લીધી*

સમગ્ર જૂનાગઢ જિલ્લા માં કોરોના સંદર્ભે લોકડાઉન સંદર્ભે થયેલા પોલીસ અને હોમગાર્ડઝ ના ચુસ્ત બંદોબસ્ત છે જેની જિલ્લા પોલીસ વડા સૌરભસિંધ સાહેબ ની સુચનાથી દરરોજ માણાવદર – વંથલી – બાંટવા સહિત ના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી વિઝીટ લઇ પરિસ્થિતિ સુવ્યવસ્થિત જળવાઈ તેથી આજે ડીવાયએસપી જે.બી.ગઢવી સાહેબે માણાવદર હાઇવેથી લઇ શહેર અંદર પોલીસ અને હોમગાર્ડઝ ની દરેક પોઇન્ટ ની મુલાકાત લઇ પોલીસ અને હોમગાર્ડઝ ની સારી કામગીરી ના વખાણ કર્યો હતા

તેમને વિઝીટ બુક ચેક કરી વિગતો લખી હતી તથા તમામ ચેક પોસ્ટ માં એક ડાયરી માં તમામ ચેકીંગ કરેલા વાહનોની વિગતો સુવ્યવસ્થિત રાખવા જણાવ્યું હતુ તેમજ પોલીસ અને હોમગાર્ડઝ ની મુશ્કેલી જાણી હતી. હવે દરરોજ આ વિસ્તાર ની વિઝીટ થશે જેથી લોકડાઉન નો વધુ ચુસ્ત અમલ થશે તથા કામગીરી જાણી શકાશે તેમજ પીએસઆઇ આંબલીયા મેડમ ને જણાવ્યું હતુ કે નાના માણસોની કોઈ પણ મુશ્કેલી નિવારવા મદદરૂપ થવા પણ સૂચના આપવા માં આવી હતી

તસ્વીર – અહેવાલ

જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176

IMG-20200413-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *