ભાયાવદર તમાકુના વેચાણ અને કાળાબજાર ને લઈ ખૂબ ચર્ચા માં આગળ વધી રહ્યો છે દિન પ્રતિદિન સોપારી તમકાના ભાવો નું લોકો વેચાણ ભાવ કરતા 10 ગણા ભાવ વસુલ કરી વ્યસનીઓ ની કમર તોડી રહ્યા છે આવા કાળાબજાર કરનારાઓ ઉપર પોલીસ પણ હવે બાજ નજર રાખી કાયદાનું ભાન કરાવી રહી છે હાલ રાજ્ય માં લોકડાઉન હોય અને સરકાર શ્રી ના હુકમ દ્વારા તમાકુના વેચાણ પર સખ્ત પાબંધી લગાવેલ છે છતાં પણ પૈસા કમાવાની લાલચમાં આવી લોકો તમાકુ, બીડી, માવા નું છાના ખૂણે વેચાણ કરવા નો વેપાર ચાલુ કરી રહ્યા છે. આવા તમાકુ બીડી નું વેચાણ કરવાના ઇરાદે જઈ રહેલા 2 આરોપીઓ ને ભાયાવદર પોલીસે રોકી તપાસ કરતા તમાકુ તથા બીડીનો જથ્થો માલુમ પડતા બન્ને આરોપીઓ તથા બાઇક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યમાં ભાયાવદર પોલીસ સ્ટેશનના
પી. એસ. આઈ. આર. કે. ચાવડા,
હેડ કોન્સ્ટેબલ મનસુખભાઇ રંગપરા
કોન્સ્ટેબલ શીવરાજસિંહ ઝાલા તથા
મહાવીરસિંહ ડોડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા