રાષ્ટ્ર ની અનોખી સેવા.-
સાવરકુંડલા હોમગાર્ડ જવાનો દ્વારા 46 હોમગાર્ડ જવાનો એ ત્રણ ત્રણ દિવસ સુધી (નિઃશુલ્ક) માનદ સેવા બજાવી રહ્યા.
સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ થી ગંભીર સ્થિતિ માં છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જનતા કર્ફીયું અને લોક ડાઉન કરવામાં આવ્યું હોવાથી રાષ્ટ્ર ઉપર આવેલ આ આપતી લડવા માટે સાવરકુંડલા શહેર ના 46 હોમગાર્ડ જવાનો ત્રણ ત્રણ દિવસ થી (નિઃશુલ્ક) માનદ સેવા બજાવી રહ્યા છે એ તકે હોમગાર્ડ ઓફિસર અમિતગીરી ગોસ્વામી, કેતન પંડ્યા, નરેશભાઈ સલખણા, સલીમ સૈયદ, રવિ રાવલ, મહેન્દ્ર જોષી, મુકેશ મારૂ, વિનું વાળા, નીતિન વાળા વગેરે 46 હોમગાર્ડ જવાનો સેવા બજાવી જેને સાવરકુંડલા પોલીસ ઈન્સપેક્ટર વસાવા સાહેબ તથા અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમ સાવરકુંડલા હોમગાર્ડ જવાન અમિતગીરી ગોસ્વામી યાદી જણાવેલ છે.
( ફોટો ઈ મેલ દ્વારા )
રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.