Uncategorized

લાઠી મા વોડ નબર ૩ મા આવેલ સસ્તા અનાજની દુકાને ગ્રાહકોને અપાતી ચીજવસ્તુઓ ના વજન કાંટામાં ગોલમાલ થતા લોકોમાં રોષ

બાબરા
તા.૧૫/૦૪/૨૦૨૦

લાઠી મા વોડ નબર ૩ મા આવેલ સસ્તા અનાજની દુકાને ગ્રાહકોને અપાતી ચીજવસ્તુઓ ના વજન કાંટામાં ગોલમાલ થતા લોકોમાં રોષ

સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાને ગ્રાહકોને અપાતા જથ્થાબંધ ઓછુ વજન આપતાં હોવાની ફરીયાદના પગલે લાઠી વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્ર મારૂ અને જાગૃત નાગરિક એહમદભાઇ નિલકંઠ શેરીમાં આવેલ સસ્તા અનાજની દુકાને પહોંચ્યા હતા.અને આ બાબતે લાઠી મામલતદારને જાણ કરતા પૂરવઠા નાયબ મામલતદાર બાભંણીયા એક કલાક બાદ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં જે ગ્રાહકોની ફરિયાદ હતી તેમના ઘરે -ચોખા-ખાંડ દરેક વસ્તુમાં ૨૦૦ થી ૪૦૦ ગ્રામ ઘટ હોવાનું પૂરવઠા અધિકારી બાભંણીયાની રૂબરૂમાં ભાંડો ફૂટ્યો હતો. બીજી તરફ દુકાનદારનુ કહેવુ છે કે અમારે ગોડાઉનમાંથી ઓછુ વજન આપતાં હોવાનુ જણાવેલ.આમ ગરીબનો માલ કટકી કરવાનુ કોભાંડ ઘણા સમયથી ચાલતું હોય અને માલ બારોબાર સગેવગે કરવાનુ લાઠીના જ વાહનમાં બહાર જતું અનાજ અનેકવાર છે છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે.અમરેલી થી જીલ્લા પૂરવઠા અધિકારી પણ લાઠી દોડી આવેલ પણ ઢાંકપિછોડો કરવા સામાન્ય ડીફરન્સ હોવાનું જણાવેલ હતુ અને મીડીયા સમક્ષ નિવેદન આપવાનુ ટાળ્યું હતું. એક વાતતો ચોક્કસ છે કે ઘણા સમયથી ચાલતું કોભાંડ પકડાતા દુકાદારોમા ફફડાટ વ્યાપી ગયો હતો.

રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

IMG-20200415-WA0027-2.jpg IMG-20200415-WA0029-0.jpg IMG-20200415-WA0028-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *