સ્લગ :
લીંબડી તેમજ રતનપરની નીલકંઠ વિદ્યાલય દ્વારા વિધાર્થીઓ માટે ઓનલાઈન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો
ધો.10-12ના સાયન્સ, કોમર્સના છાત્રો અને વાલીઓએ આ નિર્ણયને વધાવ્યો હતો.
લીંબડી અને રતનપરમાં શૈક્ષણિક ક્ષેત્રે હરણફાળ ભરી આગળ વધી રહેલી
નીલકંઠ વિદ્યાલયે લોકડાઉનમાં છાત્રોના બગડતા અભ્યાસને ધ્યાનમાં રાખીને ડીજીટલ રસ્તો શોધી કાઢ્યો છે. નિલકંઠ વિદ્યાલયના શિક્ષકો દ્વારા શાળાની સોશિયલ મીડિયા ચેનલ પર ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. ચેનલ પર રોજ અપડેટ થતા વીડિયો થકી વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ અંગે લીંબડી નીલકંઠ વિદ્યાલયના સંચાલક લાલાભાઈ પટેલે જણાવ્યું હતું કે ધો.10-12 સાયન્સ તેમજ કોમર્સના વિદ્યાર્થીઓ માટે હાલ શરૂ કરાયેલી સેવા સમય જતાં અન્ય ધોરણના વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવશે વિદ્યાર્થી વારંવાર વીડિયો જોઈ રીવીઝન કરી જ્ઞાન વધારી શકે છે. રતનપર અને લીંબડીમાં શૈક્ષણિક ક્ષેત્રે નવતર પ્રયોગ કરી રહેલી નિલકંઠ વિદ્યાલયએ ઓન લાઈન એજ્યુકેશન થકી છાત્રો માટે કરેલા નિર્ણયને વાલીઓનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી