સ્લગ :
લીંબડી ની કોરોના વોરિયર ટિમ દ્વારા આર્યુવેદીક ઉકાળા નું ડોર ટુ ડોર વિતરણનું અભિયાન શરૂ
——————————
ડોર ટુ ડોર અભિયાન માં ૮૦૦૦ થી વધુ લોકો ને આર્યુવેદીક ઉકાળા નું વિતરણ કરાયું
—– ———- ——————-
સમગ્ર ભારત દેશ માં કોરોના જેવા મહામારી રોગ સામે લોક ડાઉન કરી ઘર મા રહી અને સરકાર શ્રી ના આદેશ નુ પાલન કરી રહ્યા છે, ત્યારે લીંબડી શહેર માં લોકો ની રોગ પ્રતિકાર શક્તિ વધે તેવા ઉમદા હેતુસર ” આયુર્વેદિક ઉકાળા ” નુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટિમ દ્વારા હાલ માં જ્યારે લોક ડાઉન ની પરિસ્થિતિ છે ત્યારે લોકો ઘરની બહાર ન નીકળી શકે તેમજ વૃદ્ધ લોકો મા આ રોગ ની વધારે શકયતા છે ત્યારે લોકોને ઘરે બેઠા આર્યુવેદીક ઉકાળો મળી રહે તે હેતુ ને સિદ્ધ કરવા માટે આ ટિમ લીંબડી શહેર ના જુદા જુદા વિસ્તારો માં ઘરે ઘરે જઈ ને ૮૦૦૦ કરતાં પણ વધારે લોકો સુધી આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ડોર ટુ ડોર ઉકાળા વિતરણ અભિયાન માં નિસ્વાર્થ ભાવે વિજયભાઈ મકવાણા, શિવરાજસિંહ જાડેજા, મયંક જોષી, ભરતભાઈ રાવલ, ભીમભાઈ ચૌહાણ ની કોરોના વોરીયેર ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી.
આગામી દિવસો માં લીંબડી શહેર ના અન્ય વિસ્તારો માં પણ જઈ ને આ ટિમ દ્વારા આર્યુવેદીક ઉકાળા નું વિતરણ કરવામાં આવશે.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬