સ્લગ : લીંબડી સેવા સદન ખાતે કોરોના વાઇરસ ના સંક્રમણ માટેની સરકારની ગાઈડ લાઇન તેમજ લોક ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સ કડક અમલ થાય તે માટે વેપારીઓ સાથે સર્વાંનુમતે બેઠક યોજાઈ
આજ રોજ હાલ ના સંજોગો માં કોરોના વાઇરસ ના મહારોગ ભરડા માં છે ત્યારે આજે લોકડાઉન ચાલી રહીયું છે ત્યારે સરકાર શ્રી ના ગાઈડ લાઇન જારી કરી છે તો લોક ડાઉન નો તેમજ સોશ્યલ ડિસ્ટન્સ અમલ કરે તેમજ દરેકે માસ્ક પહેરવુ, સેનેટાઇઝર નો વધુને વધુ ઉપયોગ કરવામાં આવે એવા સૂચનો કરેલ હતા.
લીંબડીને છોટા કાશી તરીકે નું બિરૂદ આપવામાં આવ્યું છે જ્યારે આજે લીંબડી તાલુકા સેવા સદન ખાતે લીંબડીના શહેર ના વેપારીઓ ને સરકાર ની ગાઈડ લાઇન પ્રમાણે ખાસ દરેક વેપારીઓ ના એસોસિએશન ના પ્રતિનિધિ ઓ સાથે મીટીંગ યોજાઈ ગઈ અને દરેક ધંધા માટે ના ચોક્કસ ટાઈમ સમય અમલ થાય તે માટે આજે લીંબડી માં કોરોના વાઈરસ ના સંક્રમણ થી બચવા માટે લીંબડી અધિકારીઓ એ વેપારીના ખાસ સૂચનો સાંભળીયા હતા અને બધા વેપારીઓ એક સાથે રહીને બધા વેપારીઓ બપોરે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા માટે લીંબડી મુખ્ય અધિકારીઓ ને વેપારી ઓ સર્વાનુમતે જણાવ્યું હતું. અને વેપારીઓ 12 સુધી નિર્યણ માન્ય રાખવામાં આવ્યો હતો.તેમજ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અને દરેક વેપારીઓએ લીંબડી માં કોરોના વાઇરસની ઝડપથી દૂર થાય તે માટે ભગવાન પાસે પ્રાર્થના પણ કરી હતી.
આજે લીંબડી તાલુકા મામલતદાર શ્રી મહાવીરસિંહ ઝાલા, લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર મહંત શ્રી લાલદાસજી બાપુ, શ્રી સ્વામિનારાયણ મંદિરના સ્વામીજી, ગુજરાત ના પૂર્વ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા, લીંબડી ડી.વાય.એસ.પી. બસિયા, લીંબડી પી.એસ.આઈ. સંજયભાઈ વરૂ, લીંબડી વેપારી એસોસિએશન ના પ્રમુખ જાફરભાઈ કોઠીયા, કિરણભાઈ શાહ, મુકેશભાઈ શેઠ, ઉધોગ પતિ બાબુભાઇ જિનવાળા, રાજુભાઇ પટેલ જિનવાળા, કિરણભાઈ ખાખી, રઘુભાઈ વકીલ, અનિલભાઈ સિંગલ, તેમજ શહેરના આગેવાનો, દરેક વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ હાજરી આપી હતી.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી.