બ્રેકીંગ લીંબડી
સ્લગ :
લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ, મોટા મંદિર સંચાલિત કોરોના સેવા કેન્દ્ર દ્વારા પર પ્રાતિયો ને મદદ
————————————
લીંબડી હાઇવે રોડ આશરો લઈ રહેલા અનેક રાજ્ય ના પગપાળા પોતાના વતન તરફ જતા શ્રમિકો ને પાણી બોટલ, કપડાં, ચપ્પલ, બિસ્કિટ નું કરાયું વિતરણ
————————————
સમગ્ર ભારત માં લોક ડાઉન ના કારણે હજારો મજૂરો રાજ્ય ના અનેક શહેરોમાં ફસાયેલા છે તેઓ પોતાના માદરે વતન જવા માટે પગપાળા નીકળેલ છે.
ત્યારે સૌરાષ્ટ્ર માંથી અનેક ગામો માં પર પ્રાતીય મજુરી કામ કરતા હતા અને તેઓ લોક ડાઉન ના કારણે ફસાઈ ગયેલા જે પરપ્રાંતિય જે અલગ અલગ રાજ્ય ના 50 થી વધુ શ્રમિકો આશરો લીંબડી હાઇવે રોડ પર લઈ રહિયા છે તેઓ ના મદદ માટે છેલ્લા ચાર દિવસ થી લઈ ને આજ દિન સુધી લીંબડી ની અનેક સંસ્થાઓ આગળ આવી રહિયા છે
આજે જ્યારે આ લીંબડી નેશનલ હાઇવે રોડ પર આશરો લઈ રહેલા શ્રમિકો ની મદદ માટે લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ, મોટા મંદિર સંચાલિત કોરોના સેવા કેન્દ્ર દ્વારા શ્રમિકો ને પાણી ની બોટલ, નાના બાળકો તેમજ મોટા માટે કપડાં, ચપ્પલ, ટીશર્ટ, પારલે બિસ્કિટ, નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ શ્રમિકોને એક જૈન સંસ્થા દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું.
આ વિતરણ કાર્યક્રમ માં મોટા મંદિર ના મહંત શ્રી લાલદાસજી બાપુ, લીંબડી વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, માજી.ચેરમેન પ્રકાશભાઈ સોની, જૈન સમાજ ના અગ્રણી રવિલાલ શાહ, લીંબડી ઉધ્ધોગપતિ બાબુભાઇ જિનવાળા, નીલકંઠ વિધાલય લાલાભાઈ બાંધણીયા, હેતુભા જાડેજા, કૃષ્ણસિંહ રાણા, હિંમતલાલ ચાવડા, સંજયભાઈ ભરવાડ, પિન્ટુભાઈ દરજી, તેમજ લીંબડી પી.એસ.આઈ . સંજયભાઈ વરૂ, અને દરેક સમાજ અગ્રણીઓ, અનેક કાર્યકરો સેવા કાર્ય માં જોડાયા હતા.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી