લોકડાઉનના કારણે મામાના ઘરે આવેલી અને ફસાઈ ગયેલ 04 વર્ષની માસૂમ ભાણેજ હિરને માતા સાથે મિલન કરાવતા જતા જતા પોલીસને સલામ કરી
💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે પ્રજાની મદદ કરવાની અને તેઓને *લોક ડાઉન દરમિયાન કોઈ કામકાજ સબબ જરૂરિયાત સમયે મદદ કરવા તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ* કરવામાં આવેલ છે…._
💫 _હાલમાં લોક ડાઉન તા. 17.05.2020 સુધી વધારવામાં આવેલ હોઈ, *જૂનાગઢ, મધુરમ ખાતે રહેતા રિટાયર્ડ સરકારી કર્મચારી અને માઉથ ઓર્ગન આર્ટિસ્ટ બી.કે.પરમાર (M :- 94268 70770)એ રૂબરૂ જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને પોતાની ચાર વર્ષની ભાણેજ હિર કેવલભાઈ રાઠોડ સાથે રૂબરૂ મળી, પોતે પોતાની ભણેજ હિરને મામાના ઘરે જૂનાગઢ ખાતે લાવેલ હોય અને ત્યારબાદ લોક ડાઉન જાહેર થતા, પોતાના ત્યાં ચાર વર્ષની ભાણેજ હિર ફસાઈ ગયેલ હતી. હાલમાં લોક ડાઉન લંબાયેલ હોઈ અને જાહેરનામું લાગુ કરવામાં આવેલ હોઇ, પોતાની ભાણેજ રાજકોટ ઘરે જવા જીદ પકડી રોયા રોય કરતી હોય, તેની માતા પણ રાજકોટ વલોપાત કરતી હોય, પોતે અવાર નવાર પોતાની ભણેજને રાજકોટ મોકલવા પ્રયત્ન કર્યા પરંતુ, મંજૂરી મળતી ના હોઈ, પોતાને પોતાની ભણેજને રાજકોટ મુકવા જવા માટે વ્યવસ્થા અને મદદ કરવા* વિનંતી કરીને જણાવવામાં આવેલ હતું. *માસૂમ બાળકી હિર એ માસ્ક પહેરેલ ના હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા બાળકીને માસ્ક પહેરાવતા અને ઓફીસ છોડવા સમયે સેનેતાઈઝરની બોટલ ભેટમાં આપતા, 04 વર્ષની બાળકી હિર રાઠોડ પોલીસના વર્તનથી ખૂબ જ ખુશ થયેલ અને જતા જતા પોલીસને સલામ કરી, આશાભરી પોતાના નાના સાથે રવાના* થયેલ હતી…_
💫 _જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા બી.કે.પરમારની ભાણેજ તથા વિગત લઈને જુનાગઢ એસડીએમ શ્રી જે.એમ. રાવલનો સંપર્ક કરી, કચેરી સાથે સંકલન કરી, મામલતદાર શ્રી એચ.વી. ચૌહાણ, નાયબ મામલતદાર કિરીટભાઈ સોલંકી, અનિલભાઈ નંદાણીયા, પરમાર સહિતની ટીમ દ્વારા *બી.કે.પરમારને તેની ભાણેજ હિરને રાજકોટ મુકવા જવા માટે પાસ પણ ઇસ્યુ* કરવામાં આવેલ હતો. બીજા દિવસે તેમની ભાણેજ પોતાના દાદા (મુન્નાભાઈ રંગોળી ફર્નિચર) સાથે રાજકોટ પહોંચી ગયા હતા…_
💫 _જુનાગઢ શહેરના *જૂનાગઢ જિલ્લામાં લોકડાઉનના કારણે મામાના ઘરે આવેલી અને ફસાઈ ગયેલ 04 વર્ષની માસૂમ ભાણેજ હિરને જુનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતેથી રાજકોટ ઘરે પહોંચાડી, માતા સાથે મિલન કરાવવા માટે મદદ કરવામાં આવેલી, તેનાથી પ્રભાવિત થઈ, ત્યાં પહોંચી મુન્નાભાઈ રંગોલી ફર્નિચર વાળા (M:- 7046444466) એ સીધા જ જુનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે ફોન કરી અને જુનાગઢ પોલીસનો ખુબ આભાર વ્યક્ત* કરેલ અને જણાવેલ કે *જુનાગઢ પોલીસ દ્વારા કપરા સંજોગોમાં મદદ કરવામાં આવતા, જુનાગઢ પોલીસ પોતાની પડખે ઊભી રહી ના હોત તો, લોક ડાઉનના સમયમાં પોતાની પૌત્રી રાજકોટ પહોંચી ના શકત….!!! તેવું જણાવી ગળગળા થયેલ અને ભાવ વિભોર થઈને આભારની લાગણી વ્યક્ત* કરવામાં આવેલ હતી. 04 વર્ષની નાની બાળકી રાજકોટ પહોંચI પોતાના દાદા મુન્નાભાઈને *જૂનાગઢના પોલીસ દાદાની વાતો કરી, ખુશ* થવાની વાત પણ મુન્નાભાઈએ પોલીસને જણાવેલ હતી. જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા સહિતની ટીમ દ્વારા *જૂનાગઢ પોલીસની આવી પોતાના કુટુંબ પણ ના કરે તેવી સેવા અનુભવીને પોલીસ આવી પણ હોય છે, તેવો ભાવ વ્યક્ત કરી, ભાવ વિભોર* થયા હતા…._
💫 _જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ ના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ જિલ્લાના *પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા લોક ડાઉનના સમયમાં એકબીજા સાથે સંકલન કરી, આવા ફસાયેલા ઘણા લોકોને પોતાની ઇચ્છિત જગ્યાએ પહોંચાડી, સાહિષ્ણુતાભરી કાર્યવાહી* કરવામાં આવતા લોકડાઉનના કારણે ફસાયેલ મહિલાના કુટુંબને કપરા સંજોગોમાં મદદ કરવાના કારણે , *પોલીસ પ્રજાની મિત્ર બની હતી
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ