જૂનાગઢ
તા.7.4.2020
લોકડાઉનમાં આંગણવાડીનાં બાળકોને પ્રવૃતિમય રાખવા જૂનાગઢ જિલ્લામાં નવતર અભિગમ
લોકડાઉન દરમ્યાન જૂનાગઢ જિલ્લાની આંગણવાડીની બહેનોએ બાળકોને પ્રવૃતિમય રાખવા નવતર અભિગમ અપનાવ્યો છે. જિલ્લાનાં તમામ ઘટક અને ગ્રામ્ય વિસ્તારોની આંગણવાડીમાં પુર્વ પ્રાથમિક પ્રવૃતિ કરાવવામાં આવતી એ રમત-ગમત ભાગ ૧ અને ૨ ચિત્ર પોથી ઘરે આપવામાં આવેલ છે.
ચિત્ર પોથી પોર્ટફોલીયો ઘરે આપવા સાથે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ૩ થી ૬ વર્ષનાં બાળકોની માતાઓને માર્ગદર્શન આપી રોજ-રોજ બાળક સાથે બેસીને કઇ રીતે પ્રવૃતિ કરાવવાની છે તે પણ સમજાવવામાં આવે છે. આંગણવાડી બહેનોનાં આ નવતર પ્રયાસોને માતાઓએ સરાહનીય ગણાવ્યો છે.
લોકડાઉન સ્થિતી બાળકોને સમજાવવી મુશ્કેલ છે ત્યારે તેમને ગમતી પ્રવૃતિ કરાવવી એ જ ઊપાય છે તેમ જણાવી પ્રોજેક્ટ ઓફીસર શારદાબેન દેસાઇએ કહ્યુ કે જિલ્લાની આંગણવાડીનાં ૩૭૯૮૧ રજીસ્ટ્રેશન થયેલ ૩ થી ૬ વર્ષનાં બાળકો માટે હાલ આ નવતર અભીયાન કાર્યરત છે.
રિપોર્ટ
શ્રેય શાહ
સાથે
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ