Uncategorized

લોકમિત્ર’ એપ્લિકેશનથી આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી*

*’લોકમિત્ર’ એપ્લિકેશનથી આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી*

અમરેલી પોલીસતંત્ર દ્વારા આગવી પહેલ : નાગરિકોને ઘરેબેઠા જ મળશે જીવનજરૂરી સામાન

આ મોબાઈલ એપ્લિકેશન થકી દવા, શાકભાજી, કરિયાણાની સાથે સરકાર તરફથી જાહેર થતી માહિતી પણ મળી શકશે

અમરેલી, તા. ૧૧ એપ્રિલ

કોરોનાના હાહાકાર સામે સમગ્ર દુનિયા લડી રહી છે ત્યારે કોવિડ-૧૯ના રોગચાળાની મહામારીથી બચવા માટે એક જ ઉપાય છે કે લોકો ઘરની બહાર નીકળે નહિ અને વાયરસથી સંક્રમિત થાય નહિ. એટલે જ વડાપ્રધાનશ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ લોકડાઉનના કારણે નાગરિકોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવામાં સરળતા રહે તે બાબતનું ધ્યાન અમરેલી જિલ્લા પોલીસે રાખ્યું છે.

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી સહિત સાવરકુંડલા અને જાફરાબાદના લોકો માટે એક નવી પહેલ કરવામાં આવી છે કે, હવેથી લોકોને ઘરની બહાર નીકળવું નહિ પડે અને ઘરે બેઠા જ આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી મળશે.

આ માટે *” લોકમિત્ર “* નામની એક એપ્લિકેશન બનાવવામાં આવી છે જે એપ્લિકેશનની મદદથી લોકોને ફળો, શાકભાજી, દૂધ, કરિયાણાની વસ્તુઓ, તેમજ અન્ય જાણકારીઓ આ એપ્લિકેશનમાં મળી રહેશે.

ફળો, શાકભાજી, દૂધ, દવાઓ કરિયાણા જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેપારીઓના નામ, સરનામાં તેમજ ફોન નંબર આપેલા છે. જેથી લોકો પોતાની નજીકની દુકાનનો સંપર્ક કરી ઘરેબેઠા જ તમામ સમાન મેળવી શકશે. આ ઉપરાંત શહેરના ચિકિત્સકો વિશેની માહિતી પણ આ એપ્લિકેશનમાં મળી રહેશે.

લોકમિત્ર એપ્લિકેશન થકી શહેરીજનો સરકાર તરફથી જાહેર કરવામાં આવતી માહિતી તેમજ નિયમો વિશે પણ જાણકારી મેળવી શકશે.

ઍપલ મોબાઈલ ઉપર https://apps.apple.com/in/app/lokmitra/id1505786919 લિંકથી ડાઉનલોડ થઈ શકશે. તેમજ એન્ડ્રોઇડ મોબાઈલમાં https://tinyurl.com/up9v6k5 લિંકથી ડાઉનલોડ થઈ શકશે.

ઘરમાં જ રહો, સુરક્ષિત રહોના સૂત્રને સાર્થક કરવાં પોલીસ તંત્ર દ્વારા આ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે જેથી દરેક નાગરિક પોતાનાં ઘરે જ તમામ જરૂરી ચીજવસ્તુઓ મેળવી શકશે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતીની ચિંતા તો કરવામાં આવે જ છે સાથે-સાથે સુલભતામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમરેલી પોલીસ તંત્રની આ આગવી પહેલ થકી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
==========

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200411-WA0020-2.jpg IMG-20200411-WA0021-0.jpg IMG-20200411-WA0019-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *