લોક ડાઉન નો સમય પૂરો થઈ જતા દવા લેવા આવેલ દર્દી રીટાબેન ને સરકારી પોલીસની જીપ દ્વારા તેમના ઘરે પહોંચાડી દીધેલ
💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ,જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_
💫 જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, સાહેબ પેટ્રોલિંગ દરમ્યાન પોલીસ અધિકારી સહિત પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા, ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફના હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ ગઢવી, અશોકભાઈ, કમલેશભાઈ, દેવાભાઈ, દેવેન્દ્રસિંહ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ભૂતનાથ ફાટક પાસે મહિલા રીટાબેન હિતેશભાઈ વેગડા પોતાના સાસુ દક્ષાબેન તથા પતિ સાથે દવા લેવા આવેલ હોઈ, કોઈ વાહન મળતું ના હોઈ, લોક ડાઉન નો સમય પૂરો થઈ ગયેલ હોવાનું જણાવતા, જૂનાગઢ પોલીસ દ્વારા સરકારી પોલીસની જીપ તેમના ઘરે મુકવા મોકલી, દર્દી રીટાબેન તથા તેમની સાથે આવેલા સાસુ દક્ષા બેન તેમજ હિતેશભાઈને પોતાના ઘરે દુર્વેશ નગર, જલારામ સોસાયટી ખાતે પહોંચાડી દીધેલ હતા આવા કપરા સમયે પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર સાર્થક થયું હતું
_જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવતા જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાત મંદ મહિલાની મદદ કરતા, સિનિયર સિટીઝન મહિલા દક્ષા બેન પણ ભાવ વિભોર થઈ ગયેલ હતા. તેઓએ જૂનાગઢ પોલીસને કપરા સંજોગોમાં મદદ કરવા બદલ આભાર વ્યક્ત* કર્યો હતો…_
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ