વહીવટી તંત્ર દ્વારા ભેસાણ ટાઉનને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરી,કુલ 07 ચેક પોસ્ટ* ઉભી કરી, લોકોમાં કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા* માટ *બિલકુલ પ્રવેશ બંધી* ફરમાવવામાં આવેલ છે.
💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધમા છૂટછાટ આપવામાં આવેલ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે…_
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.કે.ચૌધરી ખાસ નિમણૂક કરી, ચાર્જ આપી, કોરોના વાયરસ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે કોરોના પોઝિટિવ કેસો આવતા, *ભેસાણ ટાઉનને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરી, સંક્રમણ આગળ ના વધે અને લોકોમાં કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા* માટે વહીવટી તંત્ર દ્વારા ભેસાણ ટાઉન અને આજુબાજુનો ત્રણ કિલોમીટર નો વિસ્તારમા *બિલકુલ પ્રવેશ બંધી* ફરમાવવામાં આવેલ છે. જિલ્લા *કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં અવર જવરના તમામ રસ્તા પર કુલ 07 ચેક પોસ્ટ* ઉભી કરી, તમામ ચેક પોસ્ટ ઉપર પોલીસ સ્ટાફને તૈનાત કરી, *આવતા જતા તમામ વાહનો ઉપર પ્રતિબંધ* ફરમાવેલ હોઈ, બહારના માણસોને ભેંસણમાં તેમજ ભેંસાણના લોકોને મંજૂરી વગર આવવા જવા દેવામાં આવતા નથી. *ઇમરજન્સી સેવા માટે આ ચેકપોસ્ટ પૈકી 01 રાણપુર ચેક પોસ્ટ અવર જવર* માટે ચાલુ રાખવામાં આવેલ છે, પરંતુ *આવવા જવા માટે પાસ* હોવા જરૂરી છે. *ચેક પોસ્ટ ઉપર પોલીસ સ્ટાફની સાથે સાથે સીસીટીવી કેમેરા* પણ મુકવામાં આવેલા છે, જેના આધારે ભેંસાણમાં *અવર જવર કરતા લોકો ઉપર નજર* રાખવા આવે છે. *કન્ટેઈનમેન્ટ વિસ્તાર તથા ચેક પોસ્ટ પર બેનર તથા ચેતવણીના બોર્ડ* મારેલ છે. ચેક પોસ્ટ ઉપર પણ પીએસઆઇ કે.સી.રાણા તથા પીએસઆઇ બી.એમ. વાઘમશીને ખાસ ચેક પોસ્ટ ઉપર તૈનાત કરવામાં આવેલ છે.
જૂનાગઢ પોલીસ દ્વારા ભેસાણ *કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં તેમજ બફર ઝોન વિસ્તારમાં કુલ 05 ટીમો દ્વારા સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ* રાખવામાં આવેલ છે. *વગર કારણે નીકળતા માણસો પર કડક કાર્યવાહી* કરવામાં આવે છે. પોલીસ દ્વારા *ભેસાણમાં લોક ડાઉન સબબ વગર કારણે ફરતા લોકો, માસ્ક પહેર્યા વગર ફરતા લોકો, સોશિયલ ડિસ્ટનસિંગ નહિ જણાવતા લોકો, વિગેરે ઉપર જાહેરનામા ભંગના આશરે 80 જેટલા ગુના દાખલ કરી, આરોપીઓની ધરપકડ* કરવામાં આવેલ છે…._
- મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ