વિનોદભાઈ પરમારની કેન્સરની મોંઘી દવા વિના મૂલ્યે મેળવી આપતા બંદોબસ્ત ની સાથે સાથે ગુજરાત પોલીસે માનવ સેવાનું ઉદરણ પૂરું પાડ્યું.._
💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા*_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે લોકોને તકલીફમાં હોય તો, *લોક ડાઉન દરમિયાન કોઈપણ જરૂરિયાત હોય તો, પોલીસ મદદ કરવાની જાહેરાત કરી, હેલ્પ લાઇન* શરૂ કરવામાં આવેલ છે.ત્યારે_ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_
💫 _જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ને જૂનાગઢ શહેરના *કડીયાવાડ વિસ્તારમાં રહેતા વિનોદભાઈ કાન્તીભાઈ પરમાર (M :- 82008 98368) રૂબરૂ મળી, જાણ કરેલ કે, પોતાને બ્લડ કેન્સરની બીમારી હોઈ, જેની રેગ્યુલર દવા અમદાવાદ સિવિલ થી ચાલે છે, પોતાને રૂબરૂ બતાવવા જઈને દવા લેવાની હોઈ, દવા ખૂબ જ મોંઘી આવતી હોઈ, હાલમાં પોતે અમદાવાદ જઈ શકે તેમ ના હોઈ, મદદ કરવા જાણ* કરેલ હતી….._
💫 _જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા સહિતના સ્ટાફના હે.કો. સંજય ગઢવી, કમલેશભાઈ, કમાન્ડો ભગાભાઈ, સહિતની ટીમ દ્વારા *અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા પીએસઆઇ રવીરાજસિંહ જાડેજાને કેન્સરના દર્દી વિનોદભાઈ પરમારનું સિવિલ હોસ્પિટલનું કાર્ડ વોટ્સ એપ મારફતે મોકલી આપતા, પીએસઆઇ જાડેજાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જઈ, દવા મેળવી, સરખેજ ચોકડી ખાતેથી આવતા વાહનમાં ડ્રાઈવર સાથે રાજકોટ મોકલી, રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનના પો.કો. દિવ્યરાજસિંહ મારફતે જૂનાગઢ આવતા વાહનમાં સાબલપુર ચેક પોસ્ટ ઉપર પીએસઆઇ વી.કે.ઉંજિયા મારફતે મેળવી, જરૂરી દવા કેન્સરના દર્દી વિનોદભાઈ પરમારને બોલાવી, આપવામાં આવેલ* હતી. *જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકોની મદદ કરતા, વિનોદભાઈ પરમાર દ્વારા જૂનાગઢ પોલીસે પોતાના કપરા સમયમાં આંગડિયા પેઢીની ગરજ સારી, કપરા સમયમાં મદદ કરવામાં આવેલ હોઈ, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો. આમ, *જૂનાગઢ પોલીસ દ્વારા અમદાવાદ શહેર પોલીસ અને રાજકોટ શહેર પોલીસ સાથે સંકલન કરી, કેન્સરના દર્દીના કુટુંબીજનો બની, આંગડિયા પેઢીની ગરજ સારી, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી કેન્સરની મોંઘી દવા વિના મૂલ્યે મેળવી આપતા, વિનોદભાઈ પરમારને ગુજરાત પોલીસનો એક અલગ જ અનુભવ થયો હતો અને પોતાને દવા મળતા ભાવ વિભોર થઈ ગુજરાત પોલીસનો આભાર* વ્યક્ત કર્યો હતો……._
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ