Uncategorized

સાવધાન દાહોદ ! દાહોદમા ડ્રોન, સીસી ટીવી કેમેરા અને નેત્રમ થકી નિગરાની,લોકડાઉનનો હવે ભંગ કરશો તો પોલીસ સખત પગલાં લેશે જાહેરનામના ભંગ બદલ થશે કાર્યવાહી કોરોનાના સંક્રમણને રોકવા માટે અમલી બનાવવામાં આવેલા જાહેરનામાનો હવે દાહોદ પોલીસ ચુસ્તપણે અમલ કરાવવા જઇ રહી છે. જિલ્લા પોલીસ વડા એ જાહેરનામાનો ભંગ કરતા લોકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, હવે દાહોદમાં ડ્રોનથી હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, પોલીસના નેત્રમ્ તથા સ્માર્ટ સિટીના સીસી ટીવી કેમેરાથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઇ વ્યક્તિ જો બહાર નીકળેલા તેમાં જણાશે તો તેની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એસપી હિતેશ જોયસરે જણાવ્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે એકાંતવાસ સિવાય કોઇ જ બીજો વિકલ્પ નથી. સ્પેન, ઇટાલી સહિતના યુરોપના દેશોમાં કોરોના વાયરસ પ્રસરવાનું એક માત્ર કારણ છે કે ત્યાં લોકોએ આ વાયરસને બહુ જ હળવાશથી લીધો હતો અને મેળાવડા ચાલુ રાખવામાં આવ્યા હતા. આપણી નજર સમક્ષ આવા ઉદાહરણો હોવા છતાં, દાહોદમાં કેટલાક લોકો હજુ પણ ગંભીરતા દાખવતા નથી. પણ, હવે તેની સામે પોલીસ ગંભીર બનશે. રોગચાળાનું મોટું સંકટ માથે હોવા છતાં બેજવાબદાર બની લટાર મારવા નીકળતા કે સોસાયટીમાં જમાવડો કરતા લોકો સામે ટેક્નોલોજીના ઉપયોગની સખતાઇથી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, દાહોદ પોલીસના નેત્રમ્ પોજેક્ટ ઉપરાંત સ્માર્ટ સિટીના સીસીટીવીથી દાહોદના સમગ્ર વિસ્તારમાં નિગરાની રાખવામાં આવી રહી છે. તદ્દઉપરાંત, ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને, જો કોઇ યુવાન કાયદાનો ભંગ કરતો જણાશે તો તેમના માટે ભવિષ્યમાં સરકારી નોકરી મળવી કે પાસપોર્ટ બનાવવાનું મુશ્કેલ બની જશે. એટલે, લોકડાઉનનું પાલન કરવાનું હિતાવહ છે. પોલીસ કાર્યવાહીની વિગતો આપતા જોયસરે કહ્યું કે, જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ૧૦૯ .ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, ફેસબૂક ઉપર અફવા ફેલાવવા બદલ અનિશભાઇ રાણપુરવાળા નામના એક શખસ સામે આઇટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ, કુલ ૧૧૦ ફરિયાદો થઇ છે. જ્યારે, બિનજરૂરી રીતે બજારમાં લટાર મારવા નીકળેલા લોકોના ૨૩૦ બાઇક ડિટેઇન કરી રૂ. ૧૨૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. એક ફરિયાદ હોમ ક્વોરોન્ટાઇન રહેવાના આદેશનો ભંગ કરનારી વ્યક્તિ સામે એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ધારાસભ્ય ફોન ધ્વારા સ્થાનિક કાર્યકર ની સંપર્ક કરાઈ ને મજૂરો ને ઘરે આવવા માટે વાહન ની સગવડ કારી રહયા છે

લોકડાઉનને કારણે વાહનવ્યવહાર બંધ થતા હજારો કામદારો અને મજૂરો ફસાઈ ગયા છે. આવા સંજોગોમાં તેઓ જે જગ્યાએ છે ત્યાં 21 દિવસ સુધી ગુજરાન ચલાવી શકવાની સ્થિતિમાં ન હોવાથી પગપાળા વતન ભણી વાટ પકડી રહ્યા છે. આવા પરિવારના સભ્યો ધારાસભ્યો ને ફોન કરતા દાહોદ ના ધારાસભ્ય ફોન ધ્વારા સ્થાનિક કાર્યકર ની સંપર્ક કરાઈ ને મજૂરો ને ઘરે આવવા માટે વાહન ની સગવડ કારી રહયા છે તથા ગભરાવું નહિ તેવું જણાવી રહયા છે

જયપુર થઈ આવ્યા બાદ દાહોદ ધારાસભ્ય વજેસિંગ ભાઈ પણદા કહ્યું હતું કે
કોરોના વાઇરસ ના લડત આપવા માટે સમગ્ર વિશ્વ અને ગુજરાત લોમડાઉન જાહેર કરેલ છે એનાથી ગભરાવા ની જરૂરું નથી સમગ્ર રાજ્ય ની અંદર કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે હું પણ તમારા થઈ ચૂંટાયેલો પ્રતિનિધિ આપણી સાથે ખડે પગે ઉભો છું
ક્યારે પણ કોઈ પણ જરુર હોય કોઈ પણ માણસ ક્યાંય ફસાયેલો હોય સુરત હોય અમરેલી હોય મોરબી હોય રાજકોટ ગોધરા હોય કે ગાધીનગર હોય અહીંયા થી હું પુરે પુરે તેમની મદદ કરું છુંસાથે સાથે કોરોના વાઇરસ ને માટે કરવા માટે મારી ગ્રાન્ટ માંથી 10 લાખ આપ્યા છે તે બદલ આપનો સહુનો સાથ અને સહકાર મળ્યો ઘરમાંથી બહાર નીકળવું નહીં
કોઈ પણ જરૂર હોય તો મારી ઓફિસ સતત 24 કલાક ચાલુ છે જયારે પણ જરૂરું જરૂર પડે તો હું તમારી સાથે છું ગભરાવાની જરૂર નથી

IMG-20200329-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *